Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧ :
લેવો–એ તે કાંઈ રાગનું કે વિકલ્પનું કામ છે? જ્ઞાનીએ શુદ્ધનયના મહાન પરાક્રમ
દ્વારા જ્ઞાન અને રાગની એકતાને છેદીને જુદા પડ્યા છે, ને શુદ્ધ આત્માના
સ્વસંવેદનથી અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે. અહો, આવા જ્ઞાનીની
દશાને જ્ઞાની જ ઓળખે છે. જ્ઞાનીની અંદરના રાગથી ભિન્ન પડેલા અતીન્દ્રિય
જ્ઞાનઆનંદરૂપ પરિણામને જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીમાં નથી. રાગ વખતેય
રાગથી જુદી વર્તતી જ્ઞાનચેતનાને અજ્ઞાની ઓળખી શકે નહીં; અજ્ઞાની તો
રાગને જ દેખે છે, રાગ વગરનો અતીન્દ્રિય ભાવ જ્ઞાનીમાં વર્તે છે તેને અજ્ઞાની
દેખતો નથી. સમ્યગ્દ્રષ્ટિના પરિણામ જ્ઞાનચેતનામય હોય છે એટલે સમ્યગ્દ્રષ્ટિનાં
પરિણામ ઉજ્વળ હોય છે.
ચૈતન્યની અનુભૂતિના બળે ધર્માત્મા–સમ્યગ્દ્રષ્ટિને એવું અદ્ભુત સાહસ– પરાક્રમ
હોય છે કે જગતના ગમે તેવા ખળભળાટ વચ્ચે પણ ચૈતન્યમાર્ગથી ચલિત થતા
નથી. ભલે વજ્ર પડે, ત્રણલોક ખળભળી ઊઠે, ભયંકર હલકા આળ માથે આવી
પડે, આકરા રોગ થાય, લાખોકરોડો રૂપિયાનું ધન હોય ને ચાલ્યું જાય–એક પાઈ
પણ ન રહે,–છતાં તે ધર્મીજીવ પોતાના સ્વભાવની શ્રદ્ધાની નિઃશંકતાથી જરાપણ
ડગતા નથી; તેને જરાપણ ભય થતો નથી કે અરે, આવી પ્રતિકૂળતા વચ્ચે મારો
સ્વભાવ હણાઈ જશે! નિઃશંક અને નિર્ભયપણે તે પોતાના સ્વભાવપણે જ વર્તે
છે; તેમાં કોઈ ભય નથી, રાગ નથી, પ્રતિકૂળતા નથી. ચૈતન્યની શાંતિનું જે વેદન
પ્રગટ્યું છે તે કોઈ પ્રસંગે છૂટતું નથી.–સમ્યગ્દ્રષ્ટિની આવી અદ્ભુત દશાને કોઈ
વિરલા જ ઓળખે છે.
દ્વારકાનગરી બળે કે શરીર બળે, ત્યાં પણ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે મારું કાંઈ બળતું
નથી. મારા ચૈતન્યના કોઈ પ્રદેશને ઊની આંચ આવતી નથી. જગતનો કોઈ
પ્રતિકૂળ સંયોગ મારા સ્વભાવને કે મારી શ્રદ્ધાના આનંદને હણવા સમર્થ નથી, કે
જગતની કોઈ અનુકૂળતા મને લલચાવીને મારા સ્વભાવથી ડગાવવા સમર્થ
નથી. તે–તે કાળે થતા રાગ–દ્વેષ તે પણ ધર્માત્માની શ્રદ્ધાને ડગાવવા સમર્થ નથી,
તે રાગ–દ્વેષ ધર્મીની ચેતનાથી બહાર ને બહાર રહે છે. આવી અખંડ સ્વભાવની
શ્રદ્ધા સાથે અનંતગુણના શાંતરસનું વેદન ધર્મીને નિરંતર વર્તે છે. એની દશા
જ્ઞાનમય છે, જ્ઞાન જ તેનું શરીર છે, તેને કોઈ અજ્ઞાન કરી શકે નહીં,