: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
અતીન્દ્રિય આનંદનાં મોતીવડે ગૂંથેલી
મંગલ રત્નમાળા
ગુરુદેવની જન્મજયંતી જેવા મંગલઅવસરે અનેકવિધ
લાગણીથી ઊભરાતા હૃદયમાં એમ થાય છે કે કઈ રીતે આ ઉત્સવ
ઊજવીએ? ને ક્યા પ્રકારે ગુરુદેવનું સન્માન કરીએ?–સોનેથી
વધાવીએ? .... હીરલેથી વધાવીએ? ..... કે રત્નોથી વધાવીએ?–પરંતુ
તોય ગુરુમહિમા તો પૂરો થાય તેમ નથી. એટલે એ રત્નો અને હીરાથી
પણ વધુ કિંમતી એવા હીરલા–કે જે ગુરુદેવે જ આપણને આપેલા છે ને
જેના પ્રકાશમાં ચૈતન્યની ઝળક ઝમકી રહી છે–એવા ૮૪ હીરલાની
માળા ગૂંથીને ગુરુદેવના જન્મમહોત્સવપ્રસંગે અર્પણ કરીએ છીએ.
અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયઆનંદના મહિમારૂપ દોરામાં પરોવીને
આત્મસન્મુખતાપ્રેરક ૮૪ રત્નો વડે ગૂંથેલી આ આનંદકારી રત્નમાલા
ભવ્યજીવોને ચૈતન્યરત્નની દર્શક બનો.... (બ્ર. હ. જૈન)
૧ ‘णमो जिणाणं जिदभवाणं’ ભવને જીતનારા જિનભગવંતોને નમસ્કાર.
૨. ચૈતન્યસન્મુખતાથી ધર્મીને જ્યાં પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થયું ત્યાં
પોતાના વેદનથી ખબર પડી કે મારા આ આનંદના વેદનમાં રાગનું
અવલંબન ન હતું, કે કોઈ પરનો આશ્રય ન હતો, મારા આત્માનો જ
આશ્રય હતો.
૩. જ્ઞાની પાસે શ્રવણથી ને વિચારથી પહેલાંં જે જાણ્યું હતું, તે હવે પોતાના
વેદનથી જાણ્યું, એટલે શ્રવણ કરેલ ભાવોનું પરિણમન થયું.
૪. દૂનિયાને ભૂલીને તારી અતીન્દ્રિયચૈતન્યગૂફામાં ઊતર, તો ત્યાં એકલું
સુખ જ ભર્યું છે. તારું સ્વરૂપ સુખનું જ ધામ છે.