: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૫ :
૧૪. દુઃખનું કારણ અજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન સુખનું કારણ છે. જ્યાં અજ્ઞાન નષ્ટ
થયું ને પૂરું જ્ઞાન ખીલી ગયું ત્યાં પૂર્ણ સુખ છે.
૧પ. સ્વભાવસન્મુખ થતું જ્યાં અતીન્દ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં ઈષ્ટરૂપ એવા પરમ
આનંદની પ્રાપ્તિ થઈ, ને અનીષ્ટ દૂર થયું. અનીષ્ટરૂપ તો પરભાવ હતો, તે
જ્યાં દૂર થયો ત્યાં જગતનું કોઈ પરદ્રવ્ય જીવનું અનીષ્ટ કરવા સમર્થ નથી.
૧૬. ઈષ્ટના નિધાન આત્મમાં છે. આનંદના ભંડાર આત્મામાં છે. જ્યાં પોતાની
જ્ઞાનશક્તિથી નિર્વિધ્નપણે આત્મા ખીલ્યો ત્યાં આનંદના ભંડાર ખૂલ્યા ને
સંપૂર્ણ ઈષ્ટની પ્રાપ્તિ થઈ.... સર્વે વિઘ્ન ટળી ગયા.
૧૭. આત્માનું પ્રિય–વહાલું–ઈષ્ટ હોય તો તે કેવળજ્ઞાન છે. આવો કેવળજ્ઞાન
સ્વભાવ જેને પ્રિય લાગ્યો તેને જગતમાં બીજું કાંઈ પ્રિય લાગે નહિ.
“જગત ઈષ્ટ નહિ આત્મથી.”
૧૮. ભાઈ, તારા અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વ સિવાય બાહ્ય ઈન્દ્રિય–વિષયોના
સુખમાં ખરેખર સુખ નથી પણ સુખાભાસ છે. જેમ મૃગજળમાં ખરેખર
જળ નથી પણ જળનો મિથ્યાઆભાસ છે, તેમ વિષયોમાં સુખ નથી,
સુખનો મિથ્યાઆભાસ છે.
૧૯. ભાઈ, અતીન્દ્રિય સ્વભાવસુખની પ્રતીત અત્યારે થઈ શકે છે....ને તેનું
અંશે વેદન પણ થાય છે. મુમુક્ષુને તો અતીન્દ્રિયસુખની વાત સાંભળતા જ
ચૈતન્ય ઉલ્લસી જાય છે કે વાહ! આવું મારું સુખ!
૨૦. અરે જીવ! તું પ્રમોદ કર..... ઉલ્લાસ કર..... કે આત્મા પોતે સ્વયમેવ
સુખરૂપ છે..... તારા સુખને માટે જગતના કોઈ પદાર્થની અપેક્ષા
નથી.....સ્વસન્મુખ થતાં આત્મા પોતે પોતાના અતીન્દ્રિય આનંદમાં લહેર
કરે છે...... ને મોક્ષસુખનું સુધાપાન કરે છે.
૨૧. અંર્તદ્રષ્ટિ કરતાં અતીન્દ્રિય આનંદ અનુભવમાં આવે છે, તે આનંદ
પોતાના સ્વભાવમાંથી જ આવે છે; ક્યાંય બીજેથી તે આનંદ આવતો નથી.
પર વિષયો આત્માના આનંદમાં અકિંચિત્કર છે.
૨૨. જ્યાં સ્વવિષયમાં ડુબકી મારી ત્યાં નિર્વિકલ્પ આનંદ ઉલ્લસે છે. જ્યાં સુધી
બાહ્ય વિષયો તરફ વલણ છે ત્યાં સુધી દુઃખ જ છે. જો દુઃખ ન હોય તો
બાહ્ય વિષયો તરફ કેમ દોડે!