: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
૨૩. અજ્ઞાની કહે છે કે પર વિષયોની અનુકુળતામાં સુખ છે. જ્ઞાની કહે છે કે
ચૈતન્યથી બહાર પરવિષય તરફ વલણ જાય તે દુઃખ છે. સુખના સાચા
સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી.
૨૪. મુનિવરોને સંયોગ વગર નિજાનંદના અનુભવમાં જે સુખ છે, ચક્રવર્તીના
કે ઈન્દ્રના વૈભવમાંય તે સુખનો અંશ પણ નથી. ઈન્દ્રિયવિષયોમાં ચૈતન્યના
અતીન્દ્રિયઆનંદની ઝાંઈ પણ નથી.
૨પ. પ્રશ્ન:– અજ્ઞાનીને સંયોગની અનુકૂળતામાં સુખ લાગે છે તે કેવું છે?
ઉત્તર:– તે તો અજ્ઞાનીની કલ્પના માત્ર જ છે. સંયોગમાં કાંઈ સુખ નથી,
અજ્ઞાની પોતાની કલ્પનાથી જ પોતાને સુખી માને છે.
૨૬. એ જ રીતે સુખની જેમ દુઃખ પણ સંયોગમાં નથી. શરીર છેદાય, રોગ
થાય નિર્ધનતાદિ થાય–એ કાંઈ દુઃખ નથી, દુઃખ જીવની પોતાની
આકુળતામાં છે. પોતાના અરતિભાવથી દુઃખી જીવ કલ્પનાથી સંયોગમાં
દુઃખ માને છે.
૨૭. અનુકૂળસંયોગ મળે તો સુખ મળે?.....ના. પ્રતિકૂળસંયોગ ટળે તો દુઃખ
ટળે?....ના અંતરના અતીન્દ્રિયસ્વભાવમાં જા...... તો સુખ મળે. બાહ્ય
વિષયોનું આલંબન છોડ તો દુઃખ ટળે.
૨૮. પોતાના અંતરમાં જ જેને સ્વાભાવિક સુખ પ્રાપ્ત થયું તે સુખ માટે
ઉપયોગને બહાર કેમ ભમાવે? વિષયોથી અત્યંત નિરપેક્ષ એવા સ્વોત્પન્ન
આત્મિકસુખનું વેદન થયું ત્યાં વિષયોમાં સ્વપ્નેય સુખની કલ્પના થતી
નથી.
૨૯. જેમ મૃગજળમાં પાણી સમજીને હરણીયાં તે તરફ દોડે છે, પણ તે તેની
ભ્રમણા જ છે; ત્યાં ખરું પાણી નથી ને તેનાથી તેની તરસ છીપતી નથી,
ઉલટું આકુળતાથી દુઃખી થાય છે, તેમ બાહ્ય વિષયોમાં સુખ માનીને
અજ્ઞાની ઉપયોગને તે તરફ દોડાવે છે, પણ તે તેની ભ્રમણા જ છે. ત્યાં ખરું
સુખ નથી. વિષયો પ્રત્યેની આકુળતાના વેગથી તે દુઃખી જ થાય છે.
૩૦. અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો ચૈતન્યભગવાન જ્યાં જાગ્યો ત્યાં ઈન્દ્રિયો
અને ઈંદ્રિયવિષયો જડ–મૃતક જેવા ભાસ્યા; જેમ મડદામાં સુખ નહિ તેમ
મરેલી–અચેતન ઇંન્દ્રિયોમાં સુખ નથી.