: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
૩૧. સિદ્ધ ભગવંતો પરમ સુખી છે. તેમને ઈન્દ્રિયો કે ઈન્દ્રિયવિષયોનો અભાવ
છે....તો નીચેના બધા જીવોને પણ ઈંદ્રિયો કે ઈંદ્રિયવિષયો વગર જ સુખ
છે, તેને બાહ્યવિષયો સુખનાં સાધન નથી. આવા સ્વભાવ સુખનો નિર્ણય
કરવો તે સમ્યક્ત્વ છે.
૩૨. આત્માને પોતાની પર્યાયમાં જ વ્યાપકપણું છે, પરમાં વ્યાપકપણું નથી;
ધર્મી જીવ પોતાના સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયને કરતો થકો તેમાં વ્યાપે છે;
પણ મિથ્યાત્વાદિ કર્મનો જે વ્યય થાય છે તેને તે કરવા જતો નથી. એમ
જગતના બધા જીવો પોતાના પરિણામને જ કરે છે, જડકર્મને નહીં.
૩૩. અજ્ઞાની જે પરવિષયોમાં સુખ માને છે તેમાં કાંઈ સુખ નથી, તેમજ તે
પદાર્થો કાંઈ સુખનાં કારણ થતાં નથી. અજ્ઞાની કલ્પનાથી જ “આમાં મારું
સુખ છે ને આ મને સુખનું કારણ છે”–એમ માને છે. આ રીતે અજ્ઞાનીના
કલ્પિત ઈન્દ્રિયસુખનું કારણ પણ પરવસ્તુ નથી; તો પછી જ્ઞાનીના
અતીન્દ્રિય સુખની શી વાત!
૩૪. અંતર્મુખના લક્ષે થતું કાર્ય બહિર્મુખકાયથી તદ્ન ભિન્ન છે, એ વાત અંદર
બેઠા વગર અંતર્મુખ વલણ થાય નહિ.
૩પ. અહો, આ વાત સમજીને પોતે પોતાના અંતરમાં ઊતરવા જેવું છે. પોતે
પોતાનું હિત કરવા માટે આ વાત છે.
૩૬. નિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધાત્માને ભૂલીને જે જીવ વ્યવહારનયના
વિષયરૂપ અશુદ્ધતાને જ અપનાવે છે તે જીવ પરદ્રવ્યમાં જ વિમોહિત છે.
૩૭. ચૈતન્યસ્વરૂપ આત્માને પોતાના સ્વભાવ–સન્મુખ થવામાં એટલે કે
સ્વાનુભવ કરવામાં મનનું પણ અવલંબન નથી. ચિદાનંદસ્વરૂપ આત્મા
મનના વિષયથી પણ પાર છે. શુભરાગમાં મનનું અવલંબન છે, પણ
શુદ્ધતામાં મનનું અવલંબન નથી.
૩૮. સમ્યગ્દર્શન તે જ શુદ્ધોપયોગ છે?–ના; સાધકને સમ્યગ્દર્શન સતત વર્તતું
હોય છે, શુદ્ધોપયોગ ક્યારેક હોય છે. એટલો નિયમ છે કે સમ્યગ્દર્શન પ્રગટ
થાય ત્યારે શુદ્ધોપયોગ હોય છે; તેમજ જ્યાં શુદ્ધોપયોગ હોય ત્યાં
સમ્યગ્દર્શન નિયમથી હોય છે. સમ્યગ્દર્શન હોય પણ શુદ્ધોપયોગ ન હોય–
એમ પણ બને છે. સમ્યગ્દર્શનને શુદ્ધપરિણતિ કહેવાય, પણ શુદ્ધઉપયોગ ન
કહેવાય.