: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૯ :
શુદ્ધોપયોગ તે ધર્મ છે; એટલે આત્મા સ્વયં ધર્મરૂપ થાય–તે જ મુમુક્ષુનો
મનોરથ છે. તે મનોરથની સિદ્ધિ અંર્તદ્રષ્ટિવડે મોહનો નાશ કરવાથી થાય
છે.
૪૮. ચિદાનંદસ્વરૂપમાં ઉપયોગ જોડીને નિશ્ચયરત્નત્રયરૂપ શુદ્ધપરિણતિ થાય તે
પારમેશ્વરી પ્રવૃત્તિ છે. આવી પારમેશ્વરીવૃત્તિથી ધર્મરૂપ થયેલો આત્મા
નિજસ્વરૂપમાં સદા અચલ રહે છે ને આનંદથી ભરેલી અમૃતસરિતામાં
મગ્ન રહે છે.
૪૯. શાંત શીતળધામ ચિદાનંદમૂર્તિ આત્મા પરભાવોથી નિવૃત્તસ્વરૂપ છે.
પરભાવોની પ્રવૃત્તિમાં ભગવાન આત્મા નથી. ભગવાન આત્માની પ્રવૃત્તિ
(અનુભૂતિ) પરભાવોથી નિવૃત્તિરૂપ છે.
પ૦. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞને બેસાડયા
તેણે સ્વસન્મુખતા વડે મોક્ષને સાધવામાં ભગવાનને પોતાના સાથીદાર
બનાવ્યા. અહા! ભગવાન જેના સાથીદાર.... તે હવે ભગવાનને સાથે
રાખીને અપ્રતિહતપણે મોક્ષને સાધશે.
પ૧. સ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન તે જ
ધર્માત્માનું પરિણમન છે. પરદ્રવ્યાશ્રિત થતો જે રાગ તે ખરેખર ધર્માત્માનું
પરિણમન નથી, તે તો ધર્માત્માને પરજ્ઞેયરૂપ છે.
પ૨. સ્વાશ્રિત જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપ પરિણમન વડે જ જ્ઞાની ઓળખાય છે,
એ જ જ્ઞાનીનું ચિહ્ન છે. રાગ વડે જ્ઞાની ઓળખાતા નથી.
પ૩. જ્ઞાન જ્યારે સ્વ તરફ વળે ત્યારે શાંતિ ને સુખ મળે ઈન્દ્રિયવિષય તરફ
વળેલા જ્ઞાનમાંય સુખ નથી તો પછી સંયોગમાં કે બાહ્યવિષયોમાં સુખ
હોય એ વાત તો ક્યાં રહી? ભાઈ, તારા ચૈતન્યમાં વિષયાતીત સુખ ભર્યું
છે તેની સામે જો.
પ૪. આ સમયસાર–પ્રવચનસાર વગેરે પરમાગમો દ્વારા સન્તોએ જગત પાસે
ભેટણું મૂકયું છે: લે.....ભાઈ.....લે! તારા આનંદસ્વભાવને દર્શાવનારું આ
ભેટણું અમે તને આપીએ છીએ. એટલે આચાર્યદેવે પરમાગમોમાં જે વાત
દર્શાવી–તેને જે ઓળખે તેને પરમાનંદ પ્રગટે.
પપ. આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તે જડનાં કામ કરે?–ન જ કરે. ને જડ વસ્તુ
આત્માના સમ્યકત્વાદિ ભાવને કેમ કરે?–ન જ કરે. જડ ને ચેતન બંનેના
કાર્યો જુદા છે; તેઓ એકબીજાનાં કર્તા નથી. વાહ! આ તો બધાયને
સમજાય તેવી સ્પષ્ટ વાત છે.