: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
પ૬. આરાધનાને પામેલા જીવોનું દર્શન અને સત્સમાગમ આરાધના પ્રત્યે
ઉત્સાહ જગાડે છે. આરાધના પ્રત્યે ઉત્સાહિત જીવને આરાધકસન્તો પ્રત્યે
પરમ ભક્તિ હોય છે.
પ૭. અહા, જ્ઞાનીના અંતરમાં વૈરાગ્યના અખંડ ધોધ ભર્યા છે, એ વૈરાગ્યના
ધોધ જ્યારે વહેશે ત્યારે મુનિદશા અને કેવળજ્ઞાન દેખીને જગત મુગ્ધ
બનશે....મુમુક્ષુઓ આનંદવિભોર બનશે.
પ૮. સમ્યકત્વાદિની આરાધનાની ભાવના ભાવથી, આરાધના પ્રત્યેનો ઉત્સાહ
વધારવો, આરાધક જીવો પ્રત્યે બહુમાનથી પ્રવર્તવું ઈત્યાદિ સર્વ ઉદ્યમ વડે
આત્માને આરાધનામાં જોડવો.
પ૯. અહા, ધન્ય છે વીતરાગતાસાધક સન્તોનું જીવન! એમની મુદ્રાનું દર્શન
પણ આત્માર્થીને આત્મસાધનાની પ્રેરણા જગાડે છે. એમના જીવનનો
આદર્શ ઝીલીને આપણે આપણું આત્મહિત સાધીએ.
૬૦. આત્મહિત સાધવાનો આ અમૂલ્ય અવસર છે, સબ અવસર આ ચૂકા હૈ;
તેમાં આત્મચિંતનનો પ્રયત્ન કર, પ્રમાદ છોડ.....ને શીઘ્ર આત્મહિતમાં
આત્માને જોડ.
૬૧. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કોના સંગે થાય?–ઈંદ્રિયોના મનના કે દેહના
સંગે તે ન થાય; એ શુદ્ધઉપયોગસ્વરૂપ આત્માના જ સંગે તે
સમ્યગ્દર્શનાદિ થાય છે. માટે પરનો સંગ છોડ..... ને આત્માનો સંગ કર.
૬૨. અહા, ચિદાનંદતત્ત્વને એકને જ જે અનુસરે છે ને બીજા કોઈને અનુસરતો
નથી, તેને પ્રાણો કેમ અનુસરે? જ્યાં પરિણતિ વિશુદ્ધ સ્વતત્ત્વમાં જ લીન
છે ત્યાં જડપ્રાણોની સંતતિ તેને કેમ વળગે? ન જ વળગે; તેને સંસારની
સંતતિ છેદાઈ જાય છે.
૬૩. ભાઈ, ત્રણકાળમાં જે તારાથી કદી જુદા પડતા નથી એવા તારા ચૈતન્ય–
આનંદ–પ્રાણને તેં કદી પોતાના ન જાણ્યા, ને દેહાદિ જડપ્રાણ કે જે કદી
પણ તારા નથી તેને તેં પોતાના માન્યા, એ ઊંધી માન્યતાથી તેં તારા
પ્રાણનો જ ઘાત કર્યો, ને તેથી પૌદ્ગલિક પ્રાણોની સંતતિ તને વળગી.
૬૪. –એ પ્રાણોની સંતતિ તોડીને તારે સિદ્ધપદનું જીવન પ્રાપ્ત કરવું હોય તો
તારી દશા કેવી હોવી જોઈએ?–કે દેહાદિથી અત્યંત ભિન્ન પોતાના શુદ્ધ