: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૪૧ :
૬પ ભાઈ, આવી અપૂર્વ દશાને પ્રાપ્ત કરવા માટે ક્ષણે ને પળે, ડગલે ને પગલે,
પર્યાયે–પર્યાયે સતતપણે ભેદજ્ઞાનનો અભ્યાસ જોઈએ, તેની જ ધૂન
લાગવી જોઈએ.
૬૬. મોક્ષના ભણકાર વગાડતો જે શિષ્ય આવ્યો છે તે વિનયથી જ્ઞાનીની સેવા
વડે અંતર્મુખ પ્રયત્નથી પ્રથમ તો આત્માને જાણે છે, અને તેની શ્રદ્ધા કરે
છે કે જ્ઞાનવડે જે આત્મઅનુભૂતિ થઈ તે જ હું છું, પછી તે આત્મસ્વરૂપમાં
જ લીન થઈને આત્માને સાધે છે. આત્માને સાધવાની આ રીત છે. –
“वान्यथा साध्यसिद्धि”
૬૭. જેને આત્માની ખરી ધગશ જાગે તેને સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર
રસ હોય કે જ્ઞાની પાસેથી સ્વભાવ સાંભળતાં જ તેનું ગ્રહણ થઈને
અંદરમાં ઊતરી જાય.....આત્મામાં પરિણમી જાય.
૬૮. રે જીવ! સંતોની આ શિખામણ તું કહેવા માત્ર ન રાખીશ....પરંતુ તારા
ભાવમાં ઉતારીને, તારા અંતરમાં પરિણમાવજે.
૬૯. જગતનો કોલાહલ છોડીને સ્વરૂપનો અભ્યાસ કરવો તે જ સ્વરૂપની
પ્રાપ્તિનો ઉપાય છે. હે ભાઈ! તું છ મહિના આ રીતે આત્માની લગની
લગાડીને તેનો અભ્યાસ કર તો જરૂર તને અંતરમાં આત્માનો અનુભવ
થશે.–કટિબદ્ધ થા!
૭૦. ઊંડેથી જિજ્ઞાસુ થઈને, રાગાદિથી ભિન્ન ચૈતન્યના અનુભવનો જેને
ઉત્સાહ જાગ્યો તેનો ઉલ્લાસ વર્તમાનમાં જ તે તરફ વળે, વર્તમાન જ
તેના વીર્યના વેગની દિશા પલટી જાય એટલે પરભાવમાંથી વીર્યનો
ઉલ્લાસ પાછો વળીને સ્વભાવ તરફ તેનો ઉલ્લાસ વળે, ને તે આત્માને
સાધે.
૭૧. અહો, તારા પંથ અંતરમાં છે. તારા સાધ્ય ને સાધન બધુંય તારા અંતરમાં
જ સમાય છે.....બીજે ક્્યાંય તારે જોવાનું નથી. તારો સ્વભાવ
નિરાલંબી! ઉપયોગને અંતરમાં જોડ....ને પરાલંબનની બુદ્ધિ તોડ!
૭૨. પ્રવચનસારમાં અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનું જે મહિમાવંત
વર્ણન કુંદકુંદાચાર્યદેવે કર્યું છે તે સંબંધી ખૂબ જ પ્રમોદ ને બહુમાનથી
કહાનગુરુ કહે છે કે વાહ.... કુંદકુંદ તો કુંદકુંદ જ છે! સ્વાલંબીજ્ઞાનનો
અદ્ભુત માર્ગ સીમંધરપરમાત્મા પાસેથી લાવીને તેમણે ભરતક્ષેત્રના
જીવોને આપ્યો છે.