સ્વભાવથી જુદી છે, પછી તેને સારો કોણ કહે? જેમ બીજા વિકલ્પમાં એકતાબુદ્ધિ
તે મિથ્યાત્વ છે, તેમ શુદ્ધાત્માના વિકલ્પમાં એકતાબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે. બધા
વિકલ્પોથી પાર જ્ઞાનસ્વભાવને દેખવો–જાણવો–અનુભવવો તે સમ્યગ્દર્શન
સમ્યગ્જ્ઞાન છે.–તે જ સમયનો સાર છે; વિકલ્પો તો બધા અસાર છે. ભલે શુદ્ધનો
વિકલ્પ હો–પણ તેને કાંઈ સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન કહી શકાતું નથી; તે વિકલ્પ
વડે ભગવાનનો ભેટો થતો નથી. વિકલ્પ તે કાંઈ ચૈતન્યદરબારમાં પેસવાનો
દરવાજો નથી. જ્ઞાનબળે ‘જ્ઞાનસ્વભાવનો નિર્ણય’ તે જ ચૈતન્યદરબારમાં
પેસવાનો દરવાજો છે.
નિશ્ચય કરવો. સર્વજ્ઞભગવાને સમવસરણમાં દિવ્યધ્વનિવડે જે ભાવશ્રુત ઉપદેશ્યું
તે અનુસાર શ્રીગુરુ પાસેથી શ્રવણ કરીને અંદર ભાવશ્રુત વડે જ્ઞાનસ્વભાવનો
નિર્ણય કરવો. ભગવાને શ્રુતમાં એમ જ કહ્યું છે કે જ્ઞાનસ્વભાવ તે શુદ્ધઆત્મા
છે. એવો નિર્ણય કરીને ગૌતમાદિ જીવો ભાવશ્રુતરૂપે પરિણમ્યા, તેથી ‘ભગવાને
ભાવક્ષુતનો ઉપદેશ આપ્યો’ એમ કહ્યું. ભગવાનને તો કેવળજ્ઞાન છે, પરંતુ
શ્રોતાઓ ભાવશ્રુતવાળા છે–તેથી ભગવાને ભાવશ્રુતનો ઉપદેશ દીધો એમ
કહેવાય છે. સર્વજ્ઞભગવાને ઉપદેશેલા શ્રુતમાં એવો નિર્ણય કરાવ્યો છે કે ‘આત્મા
જ્ઞાન સ્વભાવ છે.’ આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન માટેની
પહેલી શરત છે.
ભૂમિકામાં જોકે હજી વિકલ્પ છે, હજી ભગવાન આત્મા પ્રગટ પ્રસિદ્ધ થયો નથી,
અવ્યક્તપણે નિર્ણયમાં આવ્યો છે પણ સાક્ષાત્ અનુભવમાં નથી આવ્યો; તેને
અનુભવમાં લેવા માટે શું કરવું? કે નિર્ણય સાથે જે વિકલ્પ છે તે વિકલ્પમાં ન
અટકવું, પણ વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસન્મુખ કરવું.
વિકલ્પ તે કાંઈ સાધન નથી. વિકલ્પ દ્વારા પરની પ્રસિદ્ધિ છે, તેમાં આત્માની
પ્રસિદ્ધિ નથી. ઈંદ્રિયો કે વિકલ્પો તરફ અટકેલું જ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ કરી