Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 69

background image
: ૫૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
શકતું નથી, અનુભવી શકતું નથી. પણ તે પર તરફનો ઝુકાવ છોડીને જ્ઞાનને
આત્મસન્મુખ કરવું તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે, તે જ અનુભવનો ઉપાય છે.
‘આ હું જ્ઞાનસ્વભાવ આત્મા છું’–એવું જ્ઞાન ઈન્દ્રિય કે મન તરફની બુદ્ધિવડે થતું
નથી, ઈંદ્રિય કે મન તરફની બુદ્ધિવડે તો પરનું જ્ઞાન થાય છે. બધા વિકલ્પોથી
પાર થઈને આત્મસ્વભાવ તરફ જ્ઞાનનો ઝુકાવ (આત્મસન્મુખતા) તે જ
સમ્યક્પણે આત્માને દેખવાની અને અનુભવવાની રીત છે. તેમાં સ્વસંવેદન–
પ્રત્યક્ષપણે આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન થાય છે.
સમ્યગ્દર્શન થતાં આત્મા સમસ્ત વિશ્વ ઉપર તરે છે;–તરે છે એટલે શું?
તરે છે એટલે જુદો રહે છે; જેમ પાણીમાં તરતો માણસ પાણીમાં ડુબતો નથી પણ
ઉપર રહે છે. તેમ જ્ઞાનસ્વભાવરૂપે પોતાને અનુભવતો આત્મા, વિકલ્પોમાં
ડુબતો નથી, વિકલ્પોમાં એકાકાર થતો નથી, પણ તેના ઉપર તરે છે એટલે કે
તેનાથી ભિન્નપણે જ પોતાને અનુભવે છે. તેમાં આત્માની કોઈ અચિંત્ય પરમ
ગંભીરતા અનુભવાય છે.
સમ્યક્ત્વના પ્રયત્નની શરૂઆત કેવી છે?
અપૂર્વ છે,–પૂર્ણતાના લક્ષે તે શરૂઆત છે. ‘જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય’
એટલે પૂર્ણતાનું લક્ષ; આ પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.
એવી શરૂઆત કરનાર જીવને જગતમાં બીજા બધાનો રસ છૂટીને એકલા
ચૈતન્યનો જ રસ ઘૂંટાય છે, નિરંતર અંતરમાં ચૈતન્યરસને ખૂબ ઘૂંટતાં ઘૂંટતા
અંતે પોતાનો આત્મા જ તે ચૈતન્યરસરૂપે પરિણમીને, ચૈતન્યનો સ્વાનુભવ કરે
છે. આ–સમ્યગ્દર્શન છે, આ જ તેની રીત છે.
[સમ્યગ્દર્શન સંબંધી આવા અનેક લેખોના સંગ્રહ માટે ‘સમ્યગ્દર્શન પુસ્તક ચોથું
અને પાંચમું વાંચો દરેકની કિંમત ૧–પ૦ તથા પોસ્ટેજ ૦–૩૦]
જૈન વિદ્યાર્થી ગૃહ સોનગઢ
સોનગઢમાં આ વિદ્યાર્થીગૃહ ૨૧ વર્ષથી ચાલે છે. ધોરણ પ થી ૧૧ સુધીના
કોઈપણ ફીરકાના જૈન વિદ્યાર્થીને દાખલ કરવામાં આવે છે. માસીક પૂરી ફી રૂા.
૪૦ અને ઓછી ફી રૂા. ૨પ છે. વિદ્યાર્થીને સોનગઢમાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં
ધાર્મિક પ્રવચનોનો તેમજ ધાર્મિક શિક્ષણનો લાભ પણ મળે છે. દાખલ થવા
ઈચ્છનારે પચીસપૈસાની ટિકીટ મોકલીને પ્રવેશપત્ર તથા નિયમો મંગાવી લેવા.
–શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર)