પરિણમતા સમ્યગ્દ્રષ્ટિને નિઃશંકતા છે; તેને બંધાવાની શંકા થતી નથી, બંધભાવથી તો
તે છૂટો પડી ગયો છે, તેના સમ્યક્ત્વ–જ્ઞાનાદિભાવો અબંધ છે, એટલે મોક્ષ માટે તે
નિઃશંક છે. મકાનનું ચણતર વગેરે બહારનાં કામ તો પૂરા થશે કે કેમ? અથવા ક્્યારે
પૂરા થશે.–તેનો સંદેહ હોય, પણ સમ્યગ્દ્રષ્ટિને ભેદજ્ઞાનવડે અબંધભાવ પ્રગટ્યો છે, તેથી
મોક્ષનો મહેલ ચણવામાં ને તે પૂરો થવામાં હવે તેને શંકા નથી. અહો, સ્વભાવના
ભરોસે તે મોક્ષને સાધી જ રહ્યો છે, ત્યાં હવે શંકા કેવી?
ગુરુદેવ કલકત્તા શહેર પધાર્યા. કલકત્તા એટલે ભારતની સૌથી મોટી નગરી,–ત્યાંના
મુમુક્ષુઓએ આનંદપૂર્વક ભારતના મહાનસંતનું સ્વાગત કર્યું. પ્રથમ દિવસ બેલ–
ગછીયામાં રહ્યા, ત્યાં પાર્શ્વનાથપ્રભુનું સુંદર જિનમંદિર છે, ત્યાંના ઉપશાંત વાતાવરણમાં
ગુરુદેવનું અધ્યાત્મ પ્રવચન થયું. તે સાંભળતાં એમ થતું હતું કે અહા, કલકત્તા શહેરની
આવી ધમાલ વચ્ચે પણ ચૈતન્યમાંથી શાંતિનું કેવું મધૂરું ઝરણું વહે છે! આવો શાંતરસ
પીવડાવનારા સંત પધાર્યા ને તેમનો મંગલ જન્મોત્સવ અમે પહેલી જ વાર આનંદથી
આ નગરીમાં ઉજવીશું–એવી ભાવનાથી કલકત્તાના મુમુક્ષુઓ હર્ષવિભોર બન્યા હતા.