ઘેરાયેલી આ નગરી આજે પોતે પણ તીર્થ જેવી લાગતી હતી...તીર્થંકરોએ બતાવેલા
માર્ગનો પવિત્ર પ્રવાહ આજે આ નગરીમાં વહી રહ્યો હતો. કલકત્તાના જિનાલયોના
દર્શન કરીને ગુરુદેવ પ્રસન્ન થયા. પાર્કમાં્ર ઊભા કરેલા અત્યંત સુશોભિત ઉન્નત્ત મંડપમાં
ગુરુદેવ પધાર્યા ને અદ્ભુત મંગલ પ્રવચન કરીને ચૈતન્યના સર્વોત્કૃષ્ટ મહિમાને પ્રસિદ્ધ
કર્યો. અહો, ચૈતન્યનો આવો અદ્ભુત મહિમા સાંભળતાં શ્રોતાજનોને તે ચૈતન્યનું
શ્રવણ કરાવનાર સંત પ્રત્યે ઘણો પ્રમોદ જાગતો હતો. શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ, પં.
ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, ભાઈશ્રી ખીમચંદભાઈ
શેઠ, ભાઈશ્રી બાબુભાઈ (ફત્તેપુર વાળા) શેઠશ્રી પૂરણચંદજી ગોદીકા તેમજ અનેક
જિજ્ઞાસુ ભક્તજનો જન્મજયંતીના ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
શોભતો હતો, અને તેમાં પણ શુદ્ધાત્મરસની ગંગા શ્રીગુરુમુખથી વહેતી હતી ત્યારે તો
ચૈતન્યની એ અદ્ભુત શોભામાં મુમુક્ષુઓ મશગુલ થઈ જતા હતા. વૈશાખ સુદ બીજ
આવી ને મંગલ વધાઈ લાવી. ગુરુદેવનો ઊતારો શેઠાણી મનફૂલાબેન (વછરાજ
રતનલાલ ગંગવાલ) ને ત્યાં હતો; પોતાના આંગણે ગુરુદેવનો જન્મોત્સવ દેખીને તેમને
ઘણો ઉલ્લાસ થયો હતો. અને જન્મજયંતીની ખુશાલીમાં શ્રીમતી મનફૂલાદેવી
વછરાજજી (હસ્તે રતનલાલજી તથા ઘમંડીલાલજી ગંગવાલ) તરફથી ૨૦૧ * ૮૪
રકમ જાહેર કરવામાં આવી હતી. વૈશાખ સુદ બીજે વહેલી સવારમાં (–આ તરફ
સૂર્યોદય સૌરાષ્ટ્ર કરતાં એક કલાક જેટલો વહેલો થાય છે તેથી) ચાર વાગ્યા પહેલાંં તો
ગુરુદેવ મંડપમાં પધાર્યા. ભક્તજનો આનંદથી મંગલ જન્મવધાઈ લઈને
આવ્યા...પ્રવચન બાદ મુમુક્ષુ સમાજ વતી શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ, પ્રમુખશ્રી
નવનીતભાઈ વગેરેએ ભક્તિભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી; અભિનંદન–પત્ર ગુરુદેવને
અર્પણ થયું; ગામેગામથી અભિનંદનસન્દેશાઓનો પ્રવાહ વહેલા લાગ્યો. અને ૮૪ મી
જન્મજયંતી નિમિત્તે ૮૪ ની રકમોનું ફંડ થયું–જેમાં સોનગઢના પરમાગમમંદિર માટે રૂા.
દોઢલાખ ઉપરાંત નોંધાયા હતા. આ રીતે કલકત્તામાં આનંદ પૂર્વક જન્મજયંતિ ઉજવાઈ
હતી, ને કલકત્તાના મુમુક્ષુઓએ હર્ષોલ્લાસથી ઉત્સવ શોભાવ્યો હતો.