Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 69

background image
: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દિલ્હી અને કલકત્તાના પ્રવચનોની પ્રસાદી
દિલ્હી અને કલકત્તામાં ગુરુદેવે સમયસારની ગા. ૭૩–૭૪
ઉપર પ્રવચનો કર્યાં હતાં. અહા, આત્માની મધુર શાંતિની વાત કોને
ન ગમે? હજારો જિજ્ઞાસુઓ ચૈતન્યશાંતિની વાત પ્રેમથી સાંભળતા
હતા. આ આત્મા આસ્ત્રવોથી એટલે કે દુઃખોથી કેમ છૂટે ને તેને
પોતાના સુખની અનુભૂતિ કેમ થાય? તેની વિધિ સમજાવતાં કહ્યું કે –
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું,
એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.
અહો, મારો આત્મા જ્ઞાનદર્શનની અનુભૂતિસ્વરૂપ છે–એમ આત્માના
સ્વભવાનો નિર્ણય કરીને તેમાં નિશ્ચલ રહેતાં, આત્મા પોતે પોતાના ચૈતન્યસ્વરૂપમાં
મગ્ન થઈને સમસ્ત ક્રોધાદિ આસ્રવોને છોડી દે છે.–આ રીતે આત્મા દુઃખથી છૂટે છે.
અરે, અજ્ઞાનથી ચારગતિનાં તીવ્ર દુઃખો જીવે અનંતવાર ભોગવ્યાં; એ દુઃખનાં
દાવાનળથી આત્મા કેમ છૂટે ને આત્માને શાંતિનું વેદન કેમ થાય?–એવી જિજ્ઞાસાનો
પ્રશ્ન પણ કોઈ વિરલાને જ ઊઠે છે. ને એવા જીવને દુઃખથી છૂટવાની રીત આ
સમયસારમાં બતાવી છે. સીમંધર ભગવાનના સમવસરણમાં જઈને કુંદકુંદાચાર્ય દેવ
આત્માના અનુભવનું આ ભાતું લાવ્યા છે; ભગવાનના આડતીયા તરીકે ઊંચો માલ
આ ભરતક્ષેત્રના જીવોને સમયસાર દ્વારા આચાર્ય દેવે આપ્યો છે.
હે જીવ! પહેલાંં તું તારા આત્મસ્વભાવનો નિર્ણય કર. જ્ઞાનદર્શનમય
ચૈતન્યભાવથી ભરેલો આત્મા પોતે પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે, અખંડ વિજ્ઞાનઘન
હોવાથી એક છે, કર્તા–કર્મ વગેરેના ભેદોથી–વિકલ્પોથી પાર એવી નિર્મળ ચૈતન્ય–
અનુભૂતિસ્વરૂપ છે તેથી શુદ્ધ છે, તેની ચેતનામાં ક્રોધાદિ પરભાવોના કોઈ અંશનું
સ્વામીપણું નથી; જેમ આકાશ એક સ્વાધીન નીરાલંબી અમૂર્ત વસ્તુ છે તેમ હું
ચૈતન્યસ્વભાવે પૂરો, સ્વાધીન નીરાલંબી અમૂર્ત મહાન પદાર્થ છું.–આમ પોતાના