Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 41
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
*
(તત્ત્વજ્ઞાન–તરંગિણીમાંથી અધ્યાય ૮)
* તે મહાનુભાવને શુદ્ધચિદ્રૂપની પ્રાપ્તિ થાય છે કે જેની પ્રજ્ઞા હંસ જેવી, કતકફળ
જેવી અથવા છીણી જેવી છે.
* જેમ તુષાતુર પુરુષ સેવાળને દૂર કરીને સ્વચ્છ પાણી પીએ છે તેમ ઉત્તમ
બુદ્ધિમાન મુમુક્ષુ જીવ કલેશના નાશને માટે વિકલ્પજાળરૂપ સેવાળને દૂર કરીને
સ્વાત્મધ્યાનરૂપ સ્વચ્છ અમૃતનું પાન કરે છે.
* કદી ક્યાંય પણ સ્વાત્મધ્યાન સિવાય બીજું કોઈ સુખ નથી, આત્મધ્યાન સિવાય
બીજો તપ નથી, આત્મધ્યાન સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
* મોહથી ઘેરાયેલા કોઈ જીવો તો યશની પાપ્તિથી કે ઈંદ્રિયસુખથી, ઉત્તમ સ્ત્રીથી,
પુત્રથી, સેવકથી, રાજ્યથી, અધિકારથી, ઉત્તમ વાહનથી, બળથી, મિત્રથી,
પંડિતાઈથી કે રૂપ વગેરેથી સંતુષ્ટ થઈને પોતાનો જન્મ સફળ માને છે. પરંતુ હું
તો, અત્યંત કઠિનતાથી પ્રાપ્ત જે આત્મા અને દેહનું ભેદવિજ્ઞાન, – તેના વડે જ
મારા જન્મને સફળ માનું છું ને તેના વડે જ હું સંતુષ્ટ છું.
* દુર્ભેદ્ય એવો આ કર્મપર્વત, ચૈતન્યભૂમિમાં ત્યાંસુધી જ ટકી શકે છે કે જ્યાંસુધી
તે કર્મપર્વતના મસ્તક પર આ ભેદજ્ઞાનરૂપી વજ્ર નથી પડતું. ભેદજ્ઞાનરૂપી વજ્ર
પડતાં જ કર્મપર્વતના ચૂરેચૂરા થઈ જાય છે.
* આ જગત મધ્યે પ્રથમ તો ચૈતન્યસ્વરૂપની રુચિ કરાવનારાં કારણો મળવા
દુર્લભ છે; ચૈતન્યસ્વરૂપનું પતિપાદન કરનારાં શાસ્ત્રોની પ્રાપ્તિ તેનાથી પણ
દુર્લભ છે; તેનાથી પણ ચૈતન્યસ્વરૂપના ઉપદેશક ગુરુ મળવા મોંઘા છે; અને
ભેદજ્ઞાનવડે ચૈતન્યસ્વરૂપનો અનુભવ તે તો ચિંતામણિરત્નની પ્રાપ્તિ સમાન
દુર્લભ છે.
(અહા, આવા દુર્લભ ચૈતન્યરત્નને પામીને ધર્મી પોતાને કૃતકૃત્ય અનુભવે છે.)
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૨પ૦
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : અષાઢ (૩૫૭)