Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
જ્ઞાનીનું આત્મચિંતન
(નિયસાર ગાથા ૯૬–૯૭)
અહો, પરભાવો વગરનો, ચૈતન્યના
પરમભાવથી ભરેલો તારો આત્મા કેવો અચિંત્ય–
અદ્ભુત સુખનિધાન છે! – તે સાંભળી, તેનો મહિમા
લાવી, તેને ચિંતનમાં તો લે. સ્વસન્મુખ ચૈતન્યના
ચિંતનની ઘડી તે ખરેખર જીવનની અપૂર્વ ઘડી છે...
તે ધન્ય અવસર છે.
હે ભાઈ! આ અવસરમાં પ્રમાદ કરવા જેવું
નથી. જેના અનુભવની વીણાનો ઝંકાર થતાં
પર્યાયમાં અતીન્દ્રિય આનંદના વેદનથી આત્મા ડોલી
ઊઠે છે – એવો હું પોતે જ છું, એમ અંતર્મુખ થઈને
તારા આત્માને ચિંતવ. – આવું સ્વાત્મચિંતન તે
મોક્ષનું કારણ છે.

કેવળજ્ઞાન–દર્શન–સુખ–શક્તિસ્વભાવરૂપ આત્મા છે, તે બધાને જાણવા–દેખવા
છતાં પોતાના અનંત જ્ઞાનાદિ નિજભાવને છોડતો નથી ને કોઈ પણ પર ભાવને ગ્રહતો
નથી. આવો આનંદમય ચૈતન્યશક્તિ સંપન્ન પરમાત્મા હું છું – એમ અંતર્મુખ ધ્યાનવડે
જ્ઞાની ચિંતવે છે.
આવા આત્માને જેણે જાણ્યો તેણે જાણવાયોગ્ય જાણી લીધું, દેખવાયોગ્ય દેખી
લીધું, સાંભળવાયોગ્ય સાંભળી લીધું, ને તેણે ગ્રહવાયોગ્ય એવા સ્વતત્ત્વને ગ્રહી લીધું
અને જેણે આવા નિજ આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણ્યું નથી; તે ભલે બીજું ગમે
તેટલું ભણે–જાણે–સાંભળે પણ તે બધું થોથા છે, જાણવા યોગ્ય સાચું તત્ત્વ તેણે જાણ્યું
નથી, સાચું તત્ત્વ તેણે સાંભળ્‌યું નથી.
ધર્માત્મા કહે છે કે અહો, શાશ્વત આનંદમય આ ચૈતન્યહંસ મુનિઓના