Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
હૃદયસરોવરમાં કેલિ કરનારો છે, તે જયવંત વર્તે છે, એટલે કે અમારી પરિણતિમાં તે
વિદ્યમાન વર્તે છે. આવા પરમસ્વભાવી આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેનું ચિંતન કર્યું
ત્યાં સમસ્ત પરભાવો તે ચિંતનમાંથી છૂટી ગયા, એટલે ત્યાં સહેજે પરભાવોનું
પ્રત્યાખ્યાન થઈ ગયું. આવો સહજસ્વભાવી આત્મા જેણે જાણ્યો નથી તેને તેનું ચિંતન
પણ હોતું નથી એટલે પરભાવનો ત્યાંગ પણ તેને હોતો નથી. જેના શ્રદ્ધાજ્ઞાન તો
રાગાદિ પરભાવોના ગ્રહણમાં જ રોકાઈ ગયેલા છે તેને પરભાવનું પ્રત્યાખ્યાન કેવું?
અહા, એકવાર તારા પરમસ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેનું ચિંતન કર. અંદર
પરમહંસ ચૈતન્યપ્રભુ આનંદસહિત બિરાજે છે. અરે, આવા આનંદમય આત્માની
અનુભૂતિ જો ન કર તો પછી જીવનમાં કરવાનું શું છે? અરે, મુંબઈમાં દેવનારના
કત્તલખાનામાં લાખોના હિસાબે પશુઓ કપાશે – એમ સાંભળતા કેવી કંપારી છૂટે છે?
પણ બાપુ! અનંતવાર આત્મભાન વગર તું સંસારમાં કષાયો, અને અજ્ઞાનથી સંસારમાં
રખડતાં તે પોતે કસાઈપણે એવા કારખાના અનંતવાર માંડ્યા. હવે આવા અવસરમાં
પ્રમાદ કરવા જેવું નથી. જેના અનુભવની વીણાનો ઝંકાર થતાં પર્યાયમાં અતીન્દ્રિય
આનંદના વેદનથી આત્મા ડોલી ઊઠે છે – એવો હું પોતે જ છું – એમ જ્ઞાની અંતર્મુખ
થઈને આત્માને ચિંતવે છે.
જ્ઞાની આવા આત્માને ચિતવેછે – એમ બતાવીને બીજા મુમુક્ષુઓને પણ આવા
આત્માનું ચિંતન કરવાનું કહ્યું છે. હજી જ્ઞાનમાં આવા આત્માનો સાચો નિર્ણય પણ જે
ન કરે તેને તેનું ધ્યાન કે ચિંતન ક્્યાંથી હોય? ધર્મી તો કહે છે કે અમારી અનુભૂતિમાં
કેવળજ્ઞાનની મૂર્તિ પરમસ્વભાવી આત્મા જયંવત વર્તે છે, તે પોતે વિદ્યમાન વર્તે છે;
અમારી શ્રદ્ધામાં અમારા જ્ઞાનમાં અમારા વેદનમાં તે આવ્યો છે તેથી તે જયવંત છે, તેને
જ અમે સ્વતત્ત્વપણે ચિંતવીએ છીએ, તેમાં કોઈ પરભાવનો કદી પ્રવેશ નથી. અરે, એક
ક્ષણ પણ આવું આત્માનું ચિંતન તો કર! આવા ચિંતનની ક્ષણ તે અપૂર્વ ક્ષણ છે –
નિજભાવને છોડે નહિ. પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે – જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અહા, જુઓ, તો ખરા, આત્માનો પરમસ્વભાવ! પોતાના સહજ કેવળજ્ઞાનાદિ
અનંત સ્વભાવો સહિત તે સદાય બિરાજમાન છે, પોતાના પરમભાવથી તે કદી છૂટયો
નથી, – આવો હું છું એમ જ્ઞાની ચિંતવે છે.