રહે, કે તેના સાધનથી આત્માનો અનુભવ સહેલો પડશે. – એમ માને, તો તેને રાગથી
પાર પરમસ્વભાવની ભાવના હોઈ શકે નહિ. જ્ઞાનીને તો સદાય પોતાના અંતરમાં
આવા પરમ સ્વભાવની જ સન્મુખતા છે. આવા સ્વભાવની ભાવના તે જૈન
પરમેશ્વરનો માર્ગ છે.
આવો તારો પરમસ્વભાવ, તેને તું જરાય મોળો કરીશ નહિ, તેના પરમ અચિંત્ય
મહિમાને તું જરાય ઢીલો કરીશ નહીં. પરમ મહિમાથી તેને ગ્રહણ કરતાં (એટલે કે
શ્રદ્ધામાં –જ્ઞાનમાં – ચિંતનમાં લેતાં) રાગાદિ સમસ્ત પરભાવો છૂટી જશે – એ જ
મોક્ષના કારણરૂપ સાચું પ્રત્યાખ્યાન છે.
મોહશત્રુની ધજા ઊડી જાય છે. પર્યાય તો અંદર પરમાત્મસ્વભાવની ભાવનારૂપે
પરિણમી ગઈ, ત્યાં હવે મોહ રહે શેમાં? અંતર્મુખ થયેલી ધર્મીની પર્યાયમાં મોહ તો
ક્ષયવંત છે, ને પરમાત્મતત્ત્વ જયવંત છે. એ પર્યાય તો રાગથી પાર થઈને સિદ્ધનાં
દરબારમાં પહોંચી ગઈ, તેમાં હવે પરભાવ કેવો? અહો, આવી ભાવનામાં અપૂર્વ આનંદ
છે, તે ભાવના સદા ભાવવા જેવી છે.
મારો આત્મા કદી ગ્રહતો નથી, તે પરભાવરૂપે હું કદી થઈ જતો નથી. વળી આ
કેવળજ્ઞાનાદિ ભાવો તે મારો સ્વભાવ, ને હું તેનો આધાર–એવા આધાર –આધેયનો
વિકલ્પ પણ મારામાં નથી, આધાર– આધેયના વિકલ્પ વગર પોતાના કારણપરમાત્માને
સહજ અંતર્મુખ અવલોકન વડે હું સદાય જાણું છું. પર્યાય પોતે અંતર્મુખ થઈ ગઈ છે તેમાં
કોઈ પરભાવ રહી શકે નહિ. સદાય તે પર્યાય પરમસ્વભાવ પ્રત્યે ઢળેલી રહે છે એટલે
તેમાં તન્મય થઈને તેને જ ગ્રહે છે ને પરભાવથી છૂટી ને છૂટી રહીને તેને છોડે છે. આ
રીતે ધર્મીને સદાય પ્રત્યાખ્યાન વર્તે છે. તેની એકકેય પર્યાય એવી