પરમસ્વભાવનું ગ્રહણ તેને શ્રદ્ધા– જ્ઞાનમાં વર્તે છે. તેનાથી વિરૂદ્ધ કોઈ પણ રાગાદિ
પરભાવને ધર્મીની પર્યાય પોતામાં ગ્રહણ કરતી નથી, તેને અંતર્મુખ પર્યાયથી બહારને
બહાર જ રાખે છે. – આવા સ્વસંવેદનરૂપ ચૈતન્યતત્ત્વ હું છું – એમ ધર્મી અનુભવે છે. –
આવું જ્ઞાનીનું આત્મચિંતન તેમાં બધા ધર્મો સમાય છે, આત્મગુણોની અનંત સમૃદ્ધિ
તેમાં સમાય છે. તેથી ધર્મી એમ અનુભવે છે કે મારી શ્રદ્ધામાં આત્મા છે, મારા જ્ઞાનમાં
આત્મા છે, મારા ચારિત્રમાં આત્મા છે, મારી સર્વ અંતર્મુખ પર્યાયોમાં મારો શુદ્ધ આત્મા
જ સદાય પરિપૂર્ણ બિરાજે છે. અરે, સ્વભાવ તે કદી ઓછો થતો હશે? કેવળજ્ઞાનાદિ
અનંત સ્વભાવોથી સદા પરિપૂર્ણ મારો સ્વભાવ છે. આવા સ્વભાવનું ગ્રહણ (અનુભવ,
સ્વીકાર) જે પર્યાયમાં ન હોય તેમાં ધર્મ કેવો? ધર્મીને શ્રદ્ધા–જ્ઞાન–સંયમ–તપ વગેરે
બધી નિર્મળ પર્યાયોમાં પોતાના પરમસ્વભાવની તન્મયતા વર્તે છે એટલે તેનું જ ગ્રહણ
છે, ને બીજા બધા પરભાવોનો ત્યાગ છે. – ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન થયું ત્યારથી
આવી દશા હોય છે. આવા આત્માનું વેદન તેની બધી પર્યાયોમાં હોય છે. શું અગ્નિ
પોતાના ઉષ્ણભાવને કદી છોડે? ના; તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાના નિજસ્વભાવોને
કદી છોડતો નથી, ને સ્વભાવમાં કદી કોઈ પરભાવને ગ્રહતો નથી, છૂટો ને છૂટો જ રહે
છે.
અમારું ચિત્ત હવે નિરંતર તેમાં જ લાગ્યું છે; બીજે ક્્યાંય અમારું ચિત્ત લાગતું નથી.
અહો, આવા અદ્ભુત સુખસ્વરૂપને અનુભવ્યા પછી તેમાં એકમાં જ ચિત્ત લાગ્યું છે. –
એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમૃતનું ભોજન કરનારા દેવો બીજા કડવા – ગંધાતા
ભોજનનો સ્વાદ કેમ લેશે? તેમ ચૈતન્યના મહા આનંદનો સ્વાદ ચાખ્યા પછી હવે
જગતના કોઈ પદાર્થમાં અમારું ચિત્ત લાગતું નથી.
તેટલું મળે છે. અરે, સુખ માંગવુંય ન પડે, મારો આત્મા પોતે સહજ સુખના