: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
ત્રણ માસનું વીર સં. ૨૪૯૯
લવાજમ શ્રાવણ
એક રૂપિયો Augu. 1973
વર્ષ : ૩૦ અંક ૧૦
આજે જ.... અનુભવ કર..
સંતોના તને આશીર્વાદ છે
અંતરમાં પરમ સર્વોત્કૃષ્ટ પ્રેમ લાવીને આત્માને
જાણતાં આનંદસહિત તે અનુભવમાં આવે છે. શ્રી
ગુરુઓ કહે છે કે અરે મુમુક્ષુ જીવો! તમારું હિત કરવા
માટે, આનંદનો અનુભવ કરવા. માટે, ધીમેધીમે નહિ
પણ હમણાં જ આત્માનો ઉત્કૃષ્ટ પ્રેમ કરો.... અંતરમાં
આત્માની ધૂન જગાડીને આજે જ એને અનુભવમાં
લ્યો...આમાં વિલંબ ન કરો. ‘અત્યારે બીજું, ને આત્મા
પછી’–એમ વિલંબ ન કરો. બધાયનો પ્રેમ છોડીને
આત્માનો પ્રેમ આજે જ કરો. આત્માના હિતના કાર્યને
ગૌણ ન કરો. અત્યારે જ હિતનો અવસર છે, હિતને
માટે અત્યારે જ ઉત્તમ ચોઘડીયું છે. તારા હિત માટે
સંતોના તને ‘આશીર્વાદ’ છે.