પોતાના દ્રવ્ય સાથે અનન્યપણું છે, એટલે તારી દરેક પર્યાયમાં તારા
દ્રવ્યને અનન્યપણે દેખ. એકલી પર્યાયને ન દેખ, પર્યાયમાં અનન્ય
એવા દ્રવ્યને દેખ.
થતાં પર્યાય શુદ્ધ થઈને પરિણમી. દ્રવ્યસ્વભાવમાં અનન્ય થયેલી તે
પર્યાય હવે રાગમાં તન્મય કેમ થાય? દ્રવ્યસ્વભાવ તરફ ઝુકેલા
જ્ઞાનભાવને રાગથી તો અન્યપણું થઈ ગયું. અહો, દ્રવ્ય–પર્યાયના
અનન્યપણાના સિદ્ધાંતમાં તો રાગથી ભિન્નપણું થઈ જાય છે એટલે
રાગનું અકર્તાપણું થઈ જાય છે. આવું વીતરાગી તાત્પર્ય સમજે, –એટલે
કે આવા ભાવરૂપે પોતે પરિણમે, તો જ શાસ્ત્રનું રહસ્ય સમજ્યો
કહેવાય. મારી પર્યાયનું અનન્યપણું મારા જ્ઞાનસ્વભાવી દ્રવ્ય સાથે છે,
– બીજા કોઈ સાથે નહિ, –આમ નક્કી કરતાં તો પરિણમનનો આખો
પ્રવાહ જ સ્વસન્મુખ પલટી ગયો, મોક્ષ તરફની પર્યાયનો અપૂર્વ પ્રવાહ
શરૂ થયો. આવા જીવને જ ‘દ્રવ્યની ક્રમબદ્ધપર્યાય’નું સાચું રહસ્ય
સમજાય છે.