: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
અહીં આચાર્યદેવ આગમથી–યુક્તિથી–ન્યાયથી ને દ્રષ્ટાન્તથી કર્તા–કર્મનું પરથી
નિરપેક્ષપણું બતાવીને, આત્માને પરનું અકર્તાપણું સિદ્ધ કરે છે. આવું અકર્તાપણું
સમજીને પોતાના ચૈતન્યભાવમાં જ તન્મય પરિણમતો જીવ, કર્મનો અકર્તા થઈને
મોક્ષને સાધે છે.
પ્રથમ તો આ જગતમાં જે કોઈ જીવ કે અજીવ પદાર્થ છે તે બધાય પોતપોતાની
પર્યાયમાં તાદાત્મ્યપણે વર્તે છે. જીવ ક્રમનિયમિત એવા પોતાના જીવપરિણામમાં
તન્મયપણે વર્તે છે, તે અજીવથી જુદો છે; અને અજીવ પણ પોતાના અજીવપરિણામમાં
તન્મયપણે વર્તે છે; તે જીવથી જુદું છે.–આમ બન્નેને ભિન્નપણું છે. આ રીતે પોતપોતાના
પરિણામમાં જ તન્મય વર્તતા દ્રવ્યને, બીજા દ્રવ્યની સાથે કર્તાકર્મપણું નથી.
જીવ પોતાની ક્રમનિયમિત જીવપર્યાયોરૂપે ઊપજતો થકો તેનો કર્તા છે, પણ તે
અજીવની પર્યાયનો કર્તા નથી, અજીવની પર્યાયપણે તે ઊપજતો નથી; છતાં અજીવનું
કર્તાપણું માને છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ જીવને સંસાર છે.
મારા પરિણામમાં હું, ને પરના પરિણામમાં પર, એમ ભિન્નપણું ન જાણતાં, જે
અજ્ઞાની એમ માને છે કે મારા પરિણામને બીજો કરે ને બીજાના પરિણામને હું કરું, તે
જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, પરને આશ્રિત (કર્મને આશ્રિત) અજ્ઞાનપણે
ઊપજતો થકો કર્મોથી બંધાય છે, ને સંસારમાં રખડે છે.
ભાઈ, તારી પર્યાયના આશ્રયે તારું દ્રવ્ય છે, ને તારા દ્રવ્યના આશ્રયે તારી
પર્યાય છે, તે રીતે કર્તા–કર્મનું (દ્રવ્ય–પર્યાયનું) પોતામાં જ અનન્યપણું છે, બીજા કોઈ
સાથે તેને સંબંધ નથી, બીજા કોઈની તેને અપેક્ષા નથી.
તારું દ્રવ્ય બીજાની પર્યાયમાં વર્તતું નથી – કે તું તેને કર. અને તારી પર્યાયમાં
બીજું દ્રવ્ય વર્તતું નથી – કે તે તારી પર્યાયને કરે. તારો કર્તા તું; ને પરનો કર્તા પર.
તેમાં કોઈને બીજાનો આશ્રય નથી.
રે! કર્મ–આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે,
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે.
કર્તા અને તેનું કર્મ બન્ને અનન્ય જ હોય છે, એ સિવાય બીજી કોઈ રીતે તેની
સિદ્ધિ થઈ શકતી નથી એટલે કે ભિન્ન પદાર્થો વચ્ચે કોઈ રીતે કર્તા–કર્મપણું સિદ્ધ થઈ
શકતું નથી. અરે, આવું પરથી નિરપેક્ષપણું સમજે તો સન્મુખ થઈને