Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 49

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમે. તે જ્ઞાનમાં રાગાદિનું કે કર્મનું કર્તાપણું નથી. એ
તો પોતાના જ્ઞાનમયભાવમાં જ ક્રમબદ્ધ પરિણમતો થકો મોક્ષ તરફ જ ચાલ્યો જાય છે.
જ્ઞાનમાં રાગનું કર્તાપણું કેવું? ને જ્ઞાનને કર્મનું બંધન કેવું? આવા જ્ઞાનપણે પરિણમતો
આત્મા કર્મનો અકર્તા જ છે. તે તો જ્ઞાનસ્વભાવના સ્વીકાર વડે આનંદ કરતો કરતો,
અનંતગુણના નિર્મળક્રમમાં પરિણમી રહ્યો છે.–તે પરિણમનમાં રાગનું કર્તૃત્વ
સમાય નહીં, રાગમાં તે પરિણામ તન્મય થાય નહીં, એટલે કર્મનું નિમિત્તકર્તાપણું પણ
તેને નથી.
ભાઈ, તારી સત્તા તારા પરિણામમાં હોય, બીજાના પરિણામમાં તારી સત્તા ન
હોય. બે દ્રવ્યોની સત્તા અત્યંત જુદી, તેઓ એકબીજાની પર્યાયમાં જાય નહીં, એટલે
એકબીજાની પર્યાયને કરે નહિ. જો એક–બીજાની પર્યાયને કરે તો બન્ને દ્રવ્યો એક થઈ
જાય, જીવ ને અજીવ બન્ને એક થઈ જાય એટલે કોઈની જુદી સત્તા જ ન રહે, ‘સત્તાનો
નાશ’ થઈ જાય એટલે સત્યાનાશ થઈ જાય.
પોતાની સત્તા જુદી ન જાણતાં, જે અજ્ઞાની પરની સાથે કર્તાકર્મપણું માનશે તે
પોતાના અજ્ઞાનપણે ઊપજતો થકો, કર્મ–બંધમાં નિમિત્તકર્તા થઈને સંસારમાં રખડશે.
કર્મમાં આત્મા નિમિત્ત, ને આત્મામાં કર્મ નિમિત્ત–એવું અજ્ઞાનીને છે. જ્ઞાની તો
જ્ઞાનભાવમાં જ તન્મયપણે જ્ઞાનરૂપે જ પરિણમે છે, તે જ્ઞાનભાવ કર્મમાં નિમિત્ત નથી, ને
કર્મ તે જ્ઞાનભાવમાં નિમિત્ત નથી. આ રીતે જ્ઞાનભાવરૂપ જ્ઞાનીને પરનું અકર્તાપણું જ છે.
ને પોતાના અનંતગુણની નિર્મળપર્યાયમાં તન્મયપણે ઉપજતો થકો તેનો તે કર્તા છે.
અહો, આ કર્તાકર્મના સિદ્ધાંત ઉપર આખો મોક્ષમાર્ગ છે. કર્તાકર્મનું આવું
સ્વાધીન પણું નક્ક્ી કર્યાં વગર કદી મોક્ષમાર્ગ થાય નહિ.–કેમકે જ્યાં સુધી પર સાથે
કર્તાકર્મપણું માને ત્યાંસુધી પરાશ્રયબુદ્ધિ મટે જ નહિ, ને પરાશ્રયે કદી મોક્ષમાર્ગ થાય
નહિ. પરથી અત્યંત ભિન્નપણું નક્ક્ી કરીને, પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્વાશ્રયે
પરિણમતાં મોક્ષમાર્ગ પ્રગટે છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાનનો ક્રમબદ્ધ ઉત્પાદ જ્ઞાનરૂપ છે, જ્ઞાનનાં ક્રમમાં વચ્ચે
રાગ કે જડ ન આવે. આ રીતે મારી જ્ઞાનપર્યાયમાં હું જ ઊપજું છું–બીજું કોઈ નહિ
એમ નકકી કરનાર, પોતાના સ્વભાવપણે જ ઉપજતો થકો રાગાદિ પરભાવોને કરતો
નથી. આ રીતે સ્વભાવથી નિર્મળ પરિણામમાં ઊપજતો આત્મા રાગાદિનો તથા
કર્મોનો અકર્તા જ છે.–જ્ઞાતાદ્રષ્ટાભાવપણે રહ્યો, એ જ ધર્મ, એ જ મોક્ષમાર્ગ, એ જ
ધર્મીનું કાર્ય.