: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : પ :
ભાઈ, તું તો જ્ઞાન છો; જ્ઞાન તો હળવું ફૂલ શાંત છે, તેમાં રાગ તો ભારરૂપ છે;
એ જ્ઞાનનું સ્વરૂપ નથી પણ બોજો છે, જ્ઞાન તેને ઉપજાવતું નથી. તેને જ્ઞાન જાણે ભલે
પણ પોતે તે–રૂપે થઈને ઊપજતું નથી, પોતે તો જ્ઞાનરૂપ રહીને જ ઊપજે છે. જ્ઞાનની
સાથે શ્રદ્ધા–આનંદ વગેરે પોતાના અનંતગુણો પણ પોતપોતાની પર્યાયપણે ઊપજે છે.–
આ ધર્મીને અનંતગુણોનું નિર્મળકાર્ય ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં થઈ રહ્યું છે, તે નિર્મળ
પરિણમન રાગાદિથી જુદું છે, એટલે ધર્મી તે રાગાદિના અકર્તા છે.
હે જીવ! તારા આત્માને તું જ્ઞાનપણે જ ઉપજતો દેખ. જ્ઞાનથી ભિન્ન બીજા બધા
પરિણામોમાંથી તાદામ્યપણાની બુદ્ધિ કાઢી નાંખ. પરિણામી–વસ્તુને પોતાના પરિણામ
સાથે જ એકપણું છે, બીજા કોઈ સાથે તેને એકપણું નથી પણ ભિન્નપણું જ છે. આ રીતે
જીવ અને અજીવને તદ્ન ભિન્નપણું છે, એકપણું નથી–એટલે તેમને પરસ્પર કર્તા–
કર્મપણું પણ નથી. આવું ભિન્નપણું જાણ્યા વગર રાગનું ને કર્મનું કર્તાપણું કદી છૂટે નહીં
એટલે ધર્મ થાય નહીં; ને જ્યાં ભિન્નપણું જાણે ત્યાં જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું રહે નહીં.
* આ જગતમાં જીવ–અજીવની અને તેમનાં કાર્યોની ભિન્નતા જ જોવામાં આવે છે.
* એક દ્રવ્ય ઊપજતું થકું અન્ય દ્રવ્યની પર્યાયમાં તન્મય થઈને તેને કરતું હોય
એમ તો ક્યાંય જોવામાં આવતું નથી.
– એમ તો ક્યાંય જોવામાં આવતું નથી.
જીવ ઉપજીને અજીવની કોઈ પર્યાયને કરતો હોય, ધનની પર્યાય, શરીરની
પર્યાય, સોનું–શબ્દ–રોટલી–અક્ષર વગેરે કોઈ પણ પર્યાયને જીવ કરતો હોય–એમ તો
જગતમાં ક્્યાંય દેખાતું નથી; અજ્ઞાની મફતનો અજ્ઞાનથી અજીવનું કર્તાપણું પોતામાં
માને છે. જીવ અને અજીવની બંનેની તદ્ન ભિન્ન પોતપોતાની પર્યાયમાં જ ઉત્પત્તિ થતી
સદાકાળ જોવામાં આવે છે; આવું સ્પષ્ટ ભિન્ન વસ્તુસ્વરૂપ પ્રસિદ્ધ દેખાતું હોવા છતાં
અજ્ઞાની તેને દેખતો નથી, એટલે મિથ્યાભાવથી પરસાથે કર્તા–કર્મપણું માનીને તે
સંસારમાં રખડે છે.
પુદ્ગલની શબ્દપર્યાયને લીધે જીવની જ્ઞાનપર્યાય ઊપજતી હોય – એવું અમને
તો દેખાતું નથી. પોતાની જ્ઞાનપર્યાયપણે તો જીવદ્રવ્ય પોતે જ ઊપજતું દેખાય છે. ને
શબ્દપર્યાયરૂપે તો પુદ્ગલદ્રવ્ય ઊપજતું દેખાય છે. આવું વસ્તુસ્વરૂપ પ્રગટ હોવા છતાં,
જો તું એમ માનતો હો કે શબ્દને લીધે જ્ઞાન થયું –તો હે ભાઈ! તને વસ્તુસ્વરૂપ જોતાં
આવડતું નથી. અહીં આચાર્યદેવ સર્વજ્ઞભગવાને જોયેલું વસ્તુસ્વરૂપ જાહેર કરે છે.
કાર્ય હોય તે પોતાના કર્તા સાથે (એટલે કે સ્વદ્રવ્યની સાથે) તન્મય હોય છે,