આવો ધર્મી જીવ તે સર્વજ્ઞપ્રભુનો પુત્ર છે.
તેમની ભક્તિ કરનાર પણ એમ જ જાણે છે કે મારા કારણપરમાત્માને અંતર્મુખ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની શુદ્ધ અભેદ પરિણતિ વડે હું આરાધું–તે જ મને મોક્ષનું
કારણ છે; આથી વિરુદ્ધ માને તો તેને મોક્ષગત પુરુષોની સાચી ભક્તિ હોય નહીં.
શ્રદ્ધા–જ્ઞાન–શાંતિની અભેદ પરિણતિવાળો જીવ નિરંતર ભગત છે.. ભગત છે.
તે જિનેશ્વરદેવનો લઘુનંદન છે.
સિદ્ધિ પામ્યા? કે અંતર્મુખ શુદ્ધ રત્નત્રયની અભેદપરિણતિ વડે
કારણપરમાત્માને અનુભવીને તેઓ સિદ્ધ થયા. એટલે આવી કારણપરમાત્માની
અભેદ આરાધના તે નિશ્ચયથી મુક્તિનું કારણ છે, તે પરમાર્થ ભક્તિ છે. (૧૮)
ગુણોને જાણીને તેના પ્રત્યેનો જે પ્રમોદભાવ તે સિદ્ધોની પરમભક્તિ છે. –આ
વ્યવહારભક્તિ છે. આવી ભક્તિવાળો જીવ પણ એમ જ જાણે છે કે હું જેમની
ભક્તિ કરું છું તેઓ અભેદ રત્નત્રયવડે જ મુક્તિ પામ્યા છે. ને મારે માટે પણ
એ જ મુક્તિમાર્ગ છે. – આ રીતે તેમના માર્ગનું સેવન તે જ ભક્તિ છે. (૧૯)
પડ્યા છે, તેમને જ્યારે રામચંદ્રજીએ વનમાં છોડી દેવાનો હુકમ કર્યો ત્યારે
વનમાંથી સીતાજી રામને એવો સંદેશ કહેવડાવે છે કે લોકનિંદાથી ડરીને મને તો
છોડી પણ લોકો કદિક જૈનધર્મની પણ નિંદા કરે તો તે નિંદા સાંભળીને ધર્મને ન
છોડશો. મુનિવરો વગેરે ચાર સંઘની ભક્તિ સદાય કરજો. –આવો શુભવિચાર
આવ્યો તે વ્યવહારભક્તિ છે; તે જ વખતે રાગથી પાર આત્માના શ્રદ્ધા–જ્ઞાન–
આનંદની જેટલી આરાધના વર્તે છે. તેટલી પરમાર્થભક્તિ છે. ઉદરમાં રહેલા
લવ–કુશ બંને પણ ધર્માત્મા હતા, ચરમશરીરી હતા, તેમનેય તે વખતે
શુદ્ધસમ્યક્ત્વાદિરૂપ નિર્વાણભક્તિ વર્તતી જ હતી. આ રીતે શ્રાવકોને પણ
શુદ્ધરત્નત્રયની નિશ્ચયભક્તિ હોય છે, ને તેટલી મોક્ષની આરાધના હોય છે. (૨૦)