: ૧૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
રામચંદ્રજી પણ, જ્યારે સીતાજીને રાવણ લઈ ગયો ત્યારે વન જંગલમાં ચારેકોર
સીતાજીને ઢૂંઢે છે, છતાં તે વખતેય અંદર નિજકારણપરમાત્માના શ્રદ્ધા–જ્ઞાન–
શાંતિથી જેટલી અભેદ રત્નત્રયની આરાધના વર્તે છે તેટલી નિશ્ચયથી
મોક્ષભક્તિ છે. અને તે શુદ્ધ પરિણતિ તો સીતાજી પ્રત્યેના રાગાદિથી પણ જુદી
જ છે, રાગનો પ્રવેશ તે સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિમાં નથી. (૨૧)
અહો, સમ્યગ્દ્રષ્ટિને પોતાનો ચૈતન્યપ્રભુ હાજરાહજુર છે. એની શુદ્ધ પરિણતિ
એક ક્ષણ પણ નિજકારણ પરમાત્માથી જુદી પડતી નથી. આવી અભેદરૂપ
શુદ્ધરત્નત્રય પરિણતિ વડે કારણપરમાત્માને આરાધીને જ મોક્ષગત જીવો સિદ્ધ
થયા છે. –આ રીતે તેમના કેવળજ્ઞાનાદિ ગુણોવડે તેમને ઓળખવા તે
વ્યવહારભક્તિ છે. –ગુણની ઓળખાણ વગર ભક્તિ કોની?
(૨૨)
સાધક જીવ પોતે મોક્ષનો આરાધક થઈને મોક્ષગત જીવોની ભક્તિ કરે છે, તેને
નિશ્ચય–વ્યવહાર બંને ભક્તિ યથાર્થ છે. જેટલી રાગ વગરની અભેદપરિણતિ થઈ તે
નિશ્ચયસિદ્ધભક્તિ છે, ને તે નિર્વાણનું કારણ છે. પંચપરમેષ્ઠી વગેરે પ્રત્યેનો જેટલો
રાગ છે તે તો પુણ્યબંધનનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. (૨૩)
દુનિયામાં સૌથી ઊંચા સ્થાને (લોકાગ્રે) સિદ્ધભગવંતો વસે છે, અને લોકમાં
સૌથી મહાન ગુણવાળા પણ તેઓ જ છે. –એવા સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધ
થયા? –કે શુદ્ધાત્મભાવનાથી સિદ્ધ થયા. એમ ઓળખીને હું તે સિદ્ધભગવંતોને
નિરંતર નમું છું–એટલે કે જેવી શુદ્ધાત્મભાવના તેમણે ભાવી હતી તેવી જ
શુદ્ધાત્મભાવના હું નિરંતર ભાવું છું. –આવી આત્મભાવનાથી આનંદથી પુષ્ટિ
થાય છે. –એ જ નિર્વાણભક્તિ છે. (૨૪)
અહો, સિદ્ધ ભગવંતોના મહાન અતીન્દ્રિય પરમસુખની શી વાત? એનો જેણે
સ્વીકાર કરીને આદર કર્યો તે જીવ શુભરાગને મોક્ષનું સાધન માને નહિ; તે તો
જાણે છે કે મારા શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી જ મને આવા મહાન સુખનો
અનુભવ થાય છે; તેથી શુદ્ધાત્મભાવનારૂપ પરિણતિ તે જ પરમાર્થ
સિદ્ધભક્તિ છે. (૨૫)
જેણે અંતર્મુખ થઈને કારણપરમાત્માનો સ્વીકાર કર્યોને તેમાં પોતાની પરિણતિને
અભેદ કરી તેણે સિદ્ધપુરીમાં જવા માટે ફર્સ્ટ કલાસની ટિકિટનું રિઝર્વેશન કરાવી
લીધું... તેણે સિદ્ધપુરીમાં જવાની મંગલયાત્રા શરૂ કરી દીધીને અલ્પકાળમાં સિદ્ધ
થવાનું ચોક્કસ થઈ ગયું. –આનું નામ સિદ્ધભક્તિ છે. સિદ્ધભક્તિ કહો, નિર્વાણભક્તિ