Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
કહો, આત્માની આરાધના કહો કે રત્નત્રય કહો; આવી દશા જેણે પ્રગટ કરી તે
મુનિ અને તે શ્રાવક નિરંતર ભક્ત છે–ભક્ત છે, ક્ષણેક્ષણે તે આત્માના
સિદ્ધપદને સાધી જ રહ્યા છે.
(૨૬)
સિદ્ધભગવંતો ઈન્દ્રિયોનો વિષય નથી, તેઓ અતીન્દ્રિય–અશરીરી થયા છે.
છદ્મસ્થના જ્ઞાનમાં તેઓ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. સાધક જીવ પોતાના
આત્માને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કરે છે તે પરમાર્થ સિદ્ધભક્તિ છે. અને
બહારમાં સિદ્ધભગવંતો તરફ લક્ષ જાય–તે પરોક્ષ છે; તેથી તે વ્યવહારભક્તિ
પરોક્ષ છે.
(૨૭)
અહો, સિદ્ધભગવંતો જગતમાં સૌથી શ્રેષ્ઠ છે; તેઓ પ્રસિદ્ધ છે. આવા
સિદ્ધભગવંતોના ગુણને ઓળખીને, તેમના જેવા પોતાના કારણપરમાત્મતત્ત્વની
ભાવનારૂપ અભેદરત્નત્રયપરિણતિ, તે આત્માનું પરમાર્થવાત્સલ્ય છે, તેમાં
આત્માની રક્ષા છે. અહો, આવી અભેદરત્નત્રયપરિણતિ વડે આત્માને સાધનારા
૭૦૦ મુનિવરોની રક્ષાનો આજે દિવસ છે. (શ્રાવણ પૂર્ણિમા)
(૨૮)
જેનાથી નિજઆત્માની પ્રાપ્તિ થાય, આત્માના આનંદરૂપી અમૃતનો જેમાં સ્વાદ
આવે, –એનું નામ નિજપરમાત્માની ભક્તિ છે. રાગનો સ્વાદ એ કાંઈ
પરમાત્માની ભક્તિ નથી; અંદર પોતાના પરમાત્મતત્ત્વ તરફ મુખ કરીને તેમાંથી
આનંદરસ પીવો તે નિજપરમાત્માની ભક્તિ છે.
(૨૯)
નિર્વાણભક્તિ કરવા માટે આત્માને ક્યાં સ્થાપવો? કે રાગ વગરના શુદ્ધ
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ–પર્યાયમાં આત્માને સ્થાપતાં પરમાત્માના આનંદના
ઘૂંટડા પીવાય છે, તે જ મુક્તિની પરમભક્તિ છે. પરમાત્માની ભક્તિ કહો કે
મોક્ષની ભક્તિ કહો, કે રત્નત્રયની આરાધના કહો કે આનંદરસનો અનુભવ
કહો, –બધું આમાં સમાય છે.
(૩૦)
દ્રવ્યમાં પર્યાયને સ્થાપવી એમ કહો, કે પર્યાયમાં દ્રવ્યને સ્થાપવું–એમ કહો, –તે
બંને એક જ છે; કેમકે અંદરની અનુભૂતિમાં ‘આ દ્રવ્યને આ પર્યાય’ એવો ભેદ
ક્યાં છે? ત્યાં તો અભેદઅનુભૂતિનો આનંદ છે. સમયસારમાં ‘દર્શન–જ્ઞાન–
ચારિત્ર–પર્યાયમાં સ્થિત આત્માને સ્વસમય કહ્યો; તેમજ ‘તું સ્થાપ નિજને
મોક્ષપંથે’ એમ કહ્યું. એ રીતે નિર્મળ રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં આત્માને
સ્થાપવો તે જ પરમાત્માની પરમભક્તિ છે. તેમાં રાગ નથી, તેમાં આનંદના
અમૃતરસ પીવાય છે.
(૩૧)