Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 49

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
આત્માના સહજ ગુણો અને તેની નિર્મળ પરિણતિ તે બીજા કોઈની સહાય
વગરના અસહાય છે. આત્માના આનંદના અનુભવમાં બીજા કોઈની સહાય
નથી, શુભરાગની સહાય નથી. આવા અસહાય (સ્વાધીન) ગુણવાળા
આત્માની પ્રાપ્તિ વીતરાગરત્નત્રયમાં આત્માને સ્થાપીને થાય છે.
(૩૨)
વાહ! આત્માને પંચપરમેષ્ઠીની સાથે બેસાડીને, આત્માના આનંદના ઘૂંટડા
પીતા–પીતા મોક્ષની કેવી ભક્તિ કરી છે? આ ભક્તિમાં રાગ નથી; આ તો
વીતરાગી આનંદવાળી ભક્તિ છે.
(૩૩)
જેના ભણકારે ભગવાન થવાની ખાતરી થઈ જાય–એવો મહાન આત્મા છે.
અહા, જે આત્માના સ્વભાવનો મહિમા સાંભળતાં પણ આવો પ્રમોદ અને
શાંતિના ભણકાર આવે તેના સાક્ષાત્ અનુભવના આનંદની તો શી વાત? આમ
ચૈતન્યસ્વરૂપનો પરમ મહિમા ભાસે તો તેમાં અભિમુખ થઈને આનંદરસના
ઘૂંટડા પીવે. –આનું નામ પરમાત્માની પરમભક્તિ છે. આવી ભક્તિ વડે
પોતાના સહજ ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિ થાય છે.
(૩૪)
અહા, જુઓ તો ખરા, આચાર્યદેવે પરમાત્મતત્ત્વની ભાવનાને કેવી મલાવી છે!
નિજભાવના–અર્થે આ પરમાગમ રચ્યું છે, કાંઈ દુનિયાને રાજી કરવા નથી રચ્યું.
દુનિયા ભલે સાંભળી લ્યે કે આવું અદ્ભુત પરમાત્મતત્ત્વ છે, તે જ ભાવના
કરવા જેવું છે.
(૩૫)
ભાઈ, તારે ભક્તિ કરવી છે ને! તો આત્માને આત્મામાં જ રાખીને એવી ભક્તિ
કર કે જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય. આત્માને રાગમાં રાખીને ભક્તિ કરવાથી
કાંઈ મુક્તિ થતી નથી. ભક્તિ તો એવી જ શોભે કે જેનાથી આનંદમય
મુક્તિ મળે.
(૩૬)
ચૈતન્યચમત્કારમય નિજ આત્માની ભક્તિથી, એટલે કે તેમાં પર્યાયને સ્થિર
કરવાથી, અજોડ એવું નિજઘર પ્રાપ્ત થાય છે કે જે આનંદમય સંપદાથી શોભીતું
છે, ને જેમાં કોઈ વિપદા નથી. ઉપરના શુભરાગમાં કાંઈ આનંદ નથી, ને તેનાથી
મોક્ષઘરમાં જવાતું નથી. મોક્ષઘરમાં જવું હોય તો આત્માને પરભાવથી છૂટો
કરીને સમ્યક્ત્વાદિ નિજભાવમાં જોડ.
(૩૭)
ઉપયોગનું આત્મસ્વરૂપમાં જોડાણ તે યોગભક્તિ છે. આ નિર્વિકલ્પ યોગભક્તિમાં