Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૯ :
‘જ્ઞાયકભાવ’ આત્મા છે, તે જ્ઞાયકભાવ રાગ–દ્વેષરૂપ નથી; શુભ–
અશુભભાવોરૂપ જે કષાયચક્ર છે તે–રૂપે જ્ઞાયકભાવ કદી થઈ ગયો નથી;
પર્યાયને અંતર્મુખ કરીને આવા જ્ઞાયકભાવપણે પોતે પોતાના આત્માને
ઉપાસવો–તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે.
સ્વસંવેદનથી આત્મા પોતે પોતાને જાણે છે, ત્યારે આત્મા પોતે જ્ઞાયકપણે
જ્ઞાતા છે, ને પોતે જ સ્વજ્ઞેય છે, –આમ જ્ઞાતા–જ્ઞેયનું અનન્યપણું છે–
અભેદપણું છે; ત્યારે ‘જ્ઞાયક’ પોતે સ્વરૂપ–પ્રકાશનપણે પોતાને પ્રકાશે છે–
જાણે છે– અનુભવે છે. પર્યાય અંતર્મુખ થઈને અભેદ થઈ ત્યાં જ્ઞાયકભાવની
ઉપાસના થઈ; તેને જ ‘શુદ્ધ’ કહેવાય છે. –આત્માની આવી ઉપાસના તે
મોક્ષમાર્ગ છે, તેમાં રાગ–દ્વેષ કે પુણ્ય–પાપ નથી; તેથી કહ્યું કે જ્ઞાયકભાવ છે
તે શુભાશુભભાવરૂપે પરિણમતો નથી.
અરે જીવ! તું તારા આનંદમય જ્ઞાયકતત્ત્વને ભૂલીને અનાદિથી
શુભાશુભભાવના કષાયચક્રમાં દુઃખી થયો. તે કષાયચક્ર મટવું જોકે કઠણ
છે–પણ કાંઈ અશક્્ય નથી. જ્યાં અંતર્મુખ થઈને પોતે પોતાને
જ્ઞાયકસ્વભાવપણે અનુભવમાં લીધો ત્યાં પર્યાય જ્ઞાયકસ્વભાવમાં અભેદ
થઈ ગઈ ને પુણ્ય–પાપનું કષાયચક્ર તેમાંથી છૂટી ગયું. આનું નામ
શુદ્ધાત્માની ઉપાસના છે, આ સમ્યગ્દર્શન છે. આત્માના નિજવૈભવની
પ્રાપ્તિની આ રીત છે.
અહા, સમ્યગ્દર્શન ચીજ અલૌકિક ગંભીર છે; સમ્યગ્દર્શન થતાં સર્વજ્ઞદેવે
કહેલા આત્માનો અને બધા તત્ત્વોનો સાચો નિર્ણય થઈ જાય છે. અહો,
જિનધર્મની ગંભીરતા, અજ્ઞાનીઓ એનો પત્તો ન પામી શકે. ગુરુગમે
જિનપ્રવચનનું સાચું રહસ્ય સમજાય છે કે અહો, જિનપ્રવચન તો આત્માનું
સ્વરૂપ જિન સમાન બતાવે છે, ‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ
કાંઈ, આવા આત્માને લક્ષગત કરીને સ્વસન્મુખપણે તેનો અનુભવ કરવો
તે જૈનશાસનનું હાર્દ છે. –એમાં આત્માના મહાન આનંદનું વેદન છે. એવા
સમ્યગ્દ્રષ્ટિને બીજા ધર્માત્માઓ પ્રત્યે અત્યંત પ્રેમ–વાત્સલ્ય હોય છે. બીજા
ધર્માત્મા આગળ વધી જાય તે દેખીને ઈર્ષા થતી નથી પણ પ્રસન્નતા થાય
છે, બહુમાન આવે છે; સર્વપ્રકારે તેને સહાય કરે છે. તે વીતરાગી દેવ–ગુરુ–
ધર્મનો દાસ થઈને વર્તે છે, તેમના પ્રત્યે તેને અત્યંત ભક્તિ ને આદરભાવ
આવે છે. આવો ધર્મપ્રેમ ધર્મીને હોય છે. રત્યત્રયધર્મની પરમ પ્રીતિથી,
જગતમાં તેનો પ્રભાવ વધે તેમ કરે છે, ને