Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પોતામાં પણ રત્નત્રયધર્મની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તે છે.
ભાઈ, આવું મનુષ્યપણું ને આત્માને સાધવાનો આવો અવસર–એની એકેક
ક્ષણ અમૂલ્ય છે; તેમાં અત્યારે આત્માનો નિર્ણય કરીને પોતાનું કામ કરી
લેવા જેવું છે. –એ જ આત્માનું સાચું હિતરૂપ કાર્ય છે. સ્વાનુભૂતિવડે
સમ્યગ્દર્શનાદિ કાર્ય કર્યું ત્યારે જ આત્મા સાચો કર્તા થયો, ત્યારે જ તે
ધર્મનો કર્તા થયો, એટલે મોક્ષનો સાધક, ધર્માત્મા થયો. ત્યાર પહેલાંં તો
અજ્ઞાનથી રાગનો કર્તા થતો હતો, ને ધર્મનો કર્તા થતો ન હતો. હવે રાગનો
અકર્તા થઈને ધર્મનો કર્તા થયો, તેથી તે જ સાચો કર્તા છે.
જીવનો કોઈપણ ભાવ–તે ધર્મ છે કે નહીં? તે મોક્ષનું કારણ છે કે નહીં? –તે
નક્કી કરવાનું એક સહેલું ત્રાજવું આ છે કે–
* તે ભાવ જીવના પાંચ ભાવમાંથી ક્્યો ભાવ છે?
* જો તે ભાવ ઔદયિકભાવ છે–તો તરત જ સમજી લેવું કે તે ધર્મ નથી, તે
મોક્ષમાર્ગ નથી.
* જેટલા ઉદયભાવો છે તે બધામાંથી કોઈ પણ મોક્ષનું કારણ નથી,
એટલે તે ધર્મ નથી.
* બંધના કારણરૂપ જે કોઈ ભાવો હોય તે બધાય ઉદયભાવ છે; તેને
મોક્ષનું સાધન ન માનવું, તેને ધર્મ ન માનવો.
શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાન–અનુભૂતિ વગર બહારનું કે શાસ્ત્રનું ગમે તેટલું
જાણપણું હોય પણ તે ખરૂં જ્ઞાન નથી, મોક્ષમાર્ગમાં તેની કાંઈ કિંમત નથી.
મોક્ષમાર્ગનું મૂળ તો સમ્યગ્દર્શન છે. આત્માનું પરમ ગંભીર સ્વરૂપ જેવું છે
તેવું જ્ઞાનમાં લઈને તેની સમ્યક્શ્રદ્ધા કરે તે જીવને બીજું જાણપણું ભલે થોડું
હોય તોપણ તે મોક્ષના માર્ગમાં છે, આરાધક છે. માટે હે ભવ્ય! બીજુ તને
આવડે કે ન આવડે, પણ આત્મતત્ત્વની સમ્યક્શ્રદ્ધાને બરાબર ટકાવી
રાખજે. સમ્યગ્દર્શન વડે પણ તારું આરાધકપણું ચાલુ રહેશે.
કોઈ જીવને સમ્યગ્દર્શન હોય ને ચારિત્રદશા–મુનિદશા અત્યારે ન હોય
તોપણ તે આરાધક છે, ને અલ્પકાળમાં ચારિત્રદશા પ્રગટ કરીને તે તો
મોક્ષ પામશે.