Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧ર : આત્મધર્મ : આસો ર૪૯૯ :
હરિવંશ – પુરાણના વૈરાગ્યપ્રસંગો
ગજકુમાર–વૈરાગ્ય
દેવકી માતાના આઠમા પુત્ર ગજકુમાર; તે શ્રીકૃષ્ણના નાના ભાઈ; તેઓ
નેમપ્રભુના પિતરાઈ ભાઈ થાય.
અનેક રાજકન્યાઓ સાથે તેમજ સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમા સાથે
ગજકુમારના વિવાહ આરંભ્યા... એવામાં વિહાર કરતા કરતા શ્રી નેમિતીર્થંકર ગીરનાર
પધાર્યા. જિનરાજ પધારતાં સૌ દર્શનાર્થે ચાલ્યા. ગજકુમારે જાણ્યું કે અહો! આ તો મારા
ભાઈ, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ પધાર્યા છે! તેઓ પણ હર્ષપૂર્વક પ્રભુદર્શને ચાલ્યા.
પ્રભુદર્શનથી પરમ પ્રસન્ન થયા. પ્રભુના શ્રીમુખેથી તીર્થંકરાદિનું પાવન ચરિત્ર સાંભળતાં
અતિશય વૈરાગ્ય પામીને, તરત જ માતા–પિતાને છોડીને જિનેન્દ્રદેવના ચરણનું શરણ
લીધું; સંસારથી ભયભીત અને પ્રભુના મહા ભક્ત એવા તે વૈરાગી ગજકુમારે
ભગવાનની આજ્ઞાપૂર્વક દિગંબર દીક્ષા ધારણ કરી, અને ચૈતન્યધ્યાનમાં તલ્લીનતાપૂર્વક
મહાન તપ કરવા લાગ્યા. તેમની સાથે જેની સગાઈ થયેલી તે રાજપુત્રીઓએ પણ દીક્ષા
લઈ લીધી.
સોમશર્મા બ્રાહ્મણ પોતાની પુત્રીને ગજકુમારે રખડાવી–એમ સમજી, અત્યંત
ક્રોધિત થયો. સાધુ થવું’ તું તો મારી પુત્રી સાથે સગાઈ કેમ કરી? –એમ ક્રોધપૂર્વક તેણે
ગજસ્વામી–મુનિરાજના મસ્તકે અગ્નિ સળગાવીને ઘોર ઉપસર્ગ કર્યો... માથું ભડભડ
બળવા લાગ્યું... અત્યંત કોમળ શરીર સળગવા લાગ્યું...
પણ આ તો ઘોરપરાક્રમી ગજકુમાર! –જાણે શાંતિનો પહાડ! એ અગ્નિથી ડગે
નહિ. એ ગંભીર મુનિરાજ તો સ્વરૂપની મસ્તીમાં મસ્ત, એકલા પ્રતિમાયોગ ધારીને
ઊભા છે. બહારમાં મસ્તક તો અગ્નિમાં બળે છે પણ અંદર આત્મા તો ચૈતન્યના પરમ
શાંતરસમાં તરબોળ છે. સર્વે પરિષહ સહનારા તે મુનિરાજ, અત્યંત શૂરવીરપણે
આરાધનામાં દ્રઢ રહી, તે જ વખતે ક્ષપકશ્રેણી માંડી, શુક્લધ્યાન વડે કર્મોને ભસ્મ કરી,