: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૩ :
કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા. નેમનાથપ્રભુના તીર્થંમાં તેઓ અંતકૃત કેવળી થયાં. તેમના
કેવળજ્ઞાન અને નિર્વાણ બંને કલ્યાણક દેવોએ એકસાથે કર્યાં.
ગજકુમારના મોક્ષની આ વાત સાંભળીને તરત સમુદ્રવિજય મહારાજ
(નેમપ્રભુના પિતાજી) વગેરે નવે ભાઈઓ (વસુદેવ સિવાયના) એ સંસારથી વિરક્ત
થઈને જિનદીક્ષા ધારણ કરી. માતાજી–શિવાદેવી વગેરોએ પણ દીક્ષા લીધી. ફરી પાછા
અનેક વર્ષ વિહાર કરી નેમપ્રભુ પુન: ગીરનાર પધાર્યા.
[આત્મસાધના માટે ગજકુમાર સ્વામીના આ ઘોર પુરુષાર્થનો પ્રસંગ ગુરુદેવને
ખૂબ પ્રિય છે, ને અવાર–નવાર પ્રવચનમાં જ્યારે તેનું ભાવભીનું વર્ણન કરે છે ત્યારે
મુમુક્ષુનો આત્મા ચૈતન્યના પુરુષાર્થથી થનગની ઊઠે છે, ને મોક્ષના એ અડોલ–
અપ્રતિહત સાધક પ્રત્યે હૃદય ઉલ્લાસથી નમી જાય છે.]
નેમપ્રભુ પુન: ગીરનાર પધાર્યા, ને બળદેવ–વાસુદેવ–પ્રદ્યુમ્ન વગેરે પ્રભુના દર્શને
આવ્યા. પછી શું થયું? તેની કથા હવે વાંચો.
દ્વારકાનગરી જ્યારે સળગી ગઈ... ત્યારે...
[દ્વારકા ભલે દગ્ધ થઈ પણ ધર્માત્માની શાંતપર્યાય નથી સળગી]
ગીરનાર પર નેમપ્રભુના શ્રીમુખેથી દિવ્યધ્વનિનો વીતરાગી ઉપદેશ સાંભળ્યા
બાદ, બળભદ્રે વિનયથી ભગવાનને પૂછયું– હે દેવ! આ અદ્ભુત દ્વારકાપુરી કુબેરે રચી
છે, તો હવે તેની કેટલા વર્ષ સ્થિતિ છે? જે વસ્તુ કૃત્રિમ હોય તેનો નાશ થાય જ. તો
આ નગરી સહેજે વિલય પામશે કે કોઈના નિમિત્તથી? વાસુદેવનો પરલોકવાસ કયા
કારણે થશે? –મહાપુરુષનું શરીર પણ કાંઈ કાયમ રહેતું નથી. અને મને સંયમની પ્રાપ્તિ
ક્્યારે થશે? મને જગતસંબંધી બીજા પદાર્થોનું મમત્વ તો અલ્પ છે, માત્ર એક ભાઈ–
શ્રીકૃષ્ણના સ્નેહબંધનથી બંધાયેલો છું.
નેમપ્રભુએ, કહ્યું–આજથી બાર વર્ષ બાદ માદકપીણાની ઉન્મત્તતાથી યાદવકુમારો