નગરીને ભસ્મ કરશે. તથા મહાભાગ શ્રીકૃષ્ણ કોશાંબીના વનમાં સૂતા હશે ત્યારે તેમના
જ ભાઈ જરત્કુમારના બાણથી તે પરલોકને પામશે. ત્યારબાદ છ માસ પછી તમે
સંસારથી વિરક્ત થઈને સંયમદશાને ધારણ કરશો.
પ્રતાપ વખતે હર્ષ ન કરે ને તેના નાશ વખતે વિષાદ ન કરે. વાસુદેવના વિયોગથી
તમને (બળભદ્રને) ઘણો ખેદ થશે, પછી પ્રતિબુદ્ધ થઈને ભગવતી દીક્ષા ધારણ કરશો,
ને પાંચમા બ્રહ્મસ્વર્ગમાં જશો, ત્યાંથી નરભવ પામીને નિરંજન થશો.
શ્રીકૃષ્ણના સ્નેહને લીધે તે જરત્કુમાર ખૂબ વ્યાકુળ થઈ ગયો, હરિ તેને પ્રાણ જેવા
વહાલા હતા, તેથી તે દૂરદૂર વનમાં રહીને વનચરની જેમ રહેવા લાગ્યો.
કેવા? જ્યાં બળદેવ–વાસુદેવનું રાજ્ય, ત્યાં કુવસ્તુની ચર્ચા કેવી? પરંતુ કર્મભૂમિ છે
એટલે કોઈ પાપી જીવો ગુપ્તપણે મદ્યાદિનું સેવન કરતા હોય! –એમ વિચારી બળદેવ–
વાસુદેવે દ્વારકાનગરીમાં ઘોષણા કરી કે કોઈએ ઘરમાં મધ–માંસની સામગ્રી રાખવી
નહિ; જેની પાસે હોય તેણે તરત નગરબહાર ફેંકી દેવી. –આ સાંભળી જેની પાસે મધ
સામગ્રી હતી તેમણે તે કદંબવનમાં ફેંકી દીધી, ને ત્યાં તે સુકાવા લાગી.
જેઓને વૈરાગ્ય ધરવો હોય તેઓ શીઘ્ર વૈરાગ્ય ધારણ કરો, શીઘ્ર જિનદીક્ષા લઈને
આત્મકલ્યાણ કરો, હું કોઈને નહિ રોકું.