Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧પ :
શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને તેના પુત્રો પ્રદ્યુમ્નકુમાર ભાનુકુમાર વગેરે
ચરમશરીરી હતા તેમણે દીક્ષા લઈ લીધી; સત્યભામા–રુકિમણી–જાંબુવતી વગેરે આઠે
પટરાણી અને બીજી હજારો રાણીઓએ પણ દીક્ષા લીધી; દ્વારકાનગરની પ્રજામાંથી ઘણાં
પુરુષો મુનિ થયા, ઘણી સ્ત્રીઓ આર્યિકા થઈ. શ્રીકૃષ્ણે બધાને પ્રેરણા આપતાં એમ કહ્યું
કે સંસાર સમાન કોઈ સમુદ્ર નથી, માટે સંસારને અસાર જાણીને નેમિનાથપ્રભુએ
બતાવેલા મોક્ષમાર્ગનું શરણ લ્યો. મારે તો આ ભવમાં વૈરાગ્યનો યોગ નથી, અને
બળદેવને મારા પ્રત્યે મોહને લીધે હમણાં મુનિવ્રત નથી, –મારા વિયોગ પછી તે મુનિવ્રત
ધારણ કરશે. તેથી બાકીના મારા બધા ભાઈઓ, યાદવો, અમારા વંશના રાજાઓ,
કુટુંબીજનો, પ્રજાજનો સૌ આ ક્ષણભંગુર સંસારનો સંબંધ છોડીને શીઘ્ર જિનરાજના
ધર્મને આરાધો, મુનિ તથા શ્રાવકનાં વ્રત ધારણ કરો.
શ્રીકૃષ્ણની એ વાત સાંભળી ઘણા જીવો વૈરાગી થઈ વ્રત ધારવા લાગ્યા. કોઈ
મુનિ થયા, કોઈ શ્રાવક થયા. સિદ્ધાર્થ–કે જે બળદેવનો સારથી હતો તેણે પણ વૈરાગ્ય
પામીને બળદેવ પાસે દીક્ષા માટે રજા માંગી. ત્યારે બળદેવે રજા આપતાં કહ્યું કે કૃષ્ણના
વિયોગમાં જ્યારે મને સંતાપ ઊપજે ત્યારે તમે દેવલોકથી આવીને મને સંબોધન કરજો.
સિદ્ધાર્થે તે વાત કબુલ રાખીને મુનિદીક્ષા લીધી. દ્વારકાના બીજા અનેક લોકો પણ બાર
વર્ષ વીતાવવા માટે નગરી છોડીને વનમાં ચાલ્યા ગયા, ને ત્યાં વ્રત–ઉપવાસ–દાન–
પૂજાદિમાં તત્પર થયા. પરંતુ... તેઓ બારવર્ષની ગણતરી ભૂલી ગયા, ને બારવર્ષ પૂરા
થયા પહેલાંં જ, બાર વર્ષ વીતી ગયા–એમ સમજીને નગરીમાં આવી વસ્યા. –રે
હોનહાર!
આ બાજુ દ્વીપાયનમુનિ–કે જે વિદેશમાં વિહાર કરી ગયા હતા તે પણ ભૂલ્યા, ને
ભ્રાંતિથી બાર વર્ષ પૂરા થવાનું સમજીને પહેલાંં જ દ્વારકા આવ્યા. –તે મિથ્યાદ્રષ્ટિ
દ્રવ્યલિંગી મનમાં એમ વિચારવા લાગ્યા કે ભગવાને જે ભવિતવ્ય ભાખ્યું હતું તે ટળી
ગયું! –આમ ધારી તેણે દ્વારકા નજીકના ગિરિ પાસે આતાપનયોગ ધારણ કર્યો.
તે વખતે શ્રીકૃષ્ણના પુત્ર શંબુકુમાર વગેરે યાદવકુમારો, વનક્રીડા કરવા માટે
ગયા હતા; તેઓ થાક્યા અને બહુ તરસ લાગી; તેથી કદંબવનના કુંડમાંથી પાણી ગળીને
પીધું. અગાઉ યાદવોએ જે મદીરા નગર બહાર ફેંકી દીધી હતી તેનું પાણી ધોવાઈ ને આ
કુંડમાં ભેગું થયું હતું, તેમાં મહુડાના ફળ પડ્યા ને તડકાનો તાપ લાગ્યો, તેથી તે બધું
પાણી મદિરા જેવું થઈ ગયું હતું. તરસ્યા યાદવકુમારોએ તે