Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 45

background image
: ૧૬ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પાણી પીધું. –બસ! કદંબવનની તે કાદંબરી (મદીરા) પીવાથી તે યાદવકુમારોને કેફ
ચડ્યો, તેઓ ઉન્મત્ત થઈને જેમ તેમ બકવા લાગ્યા, આમતેમ નાચવા લાગ્યા. દ્વારકા
તરફ આવતાં માર્ગમાં તેમણે દ્વીપાયનને દેખ્યા. દેખતાંવેંત કહ્યું: અરે, આ તો દ્વીપાયન,
જેના દ્વારા દ્વારાકાનગરીનો નાશ થવાનો હતો તે! હવે તે આપણાથી બચીને ક્્યાં
જવાનો છે? એમ કહીને તે કુમારો નિર્દયપણે તે તપસીને પાણા મારવા લાગ્યા. એવા
માર્યા કે તે તપસી જમીન પર પડી ગયા.
ત્યારે તે દ્વીપાયનને ઘણો ક્રોધ ઊપજ્યો. (અરે, હોનહાર!) ક્રોધથી હોઠ ભીંસીને
તેણે આંખો ચડાવી અને યાદવોના પ્રલય માટે કટિબદ્ધ થયો. યાદવકુમારો ભયના માર્યા
દોડયા અને દોડંદોડં દ્વારકાનગરીમાં આવ્યા. આખી નગરીમાં હલચલ મચી ગઈ.
બળદેવ–વાસુદેવ આ વાત સાંભળતાં જ મુનિ પ્રત્યે ક્ષમા કરાવવા દોડયા. અને
ક્રોધાગ્નિથી પ્રજ્વલિત, જેના મોં સામે પણ ન જોઈ શકાય અને જે કંઠગતપ્રાણ છે– એવા
ભયંકર દ્વિપાયન ઋષિ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરીને નગરીનું અભયદાન માંગ્યું. હે
સાધુ! રક્ષા કરો. ક્રોધને શાંત કરો. તપનું મૂળ તો ક્ષમા છે; માટે ક્રોધ તજીને આ
નગરીની રક્ષા કરો. ક્રોધ તો મોક્ષના સાધનરૂપ તપને ક્ષણમાત્રમાં બાળી નાંખે છે, માટે
ક્રોધ જીતીને ક્ષમા કરો. હે સાધુ! બાળકોની અવિવેકી ચેષ્ટા માટે ક્ષમા કરો, ને અમારા
ઉપર પ્રસન્ન થાઓ. –આમ બંને ભાઈઓએ પ્રાર્થના કરી.
પણ ક્રોધી દ્વીપાયને તો દ્વારકાનગરીને બાળી નાંખવાનો નિશ્ચય કર્યો; બે આંગળી
ઊંચી કરીને તેણે એમ સૂચવ્યું કે માત્ર તમે બે ભાઈઓ જ બચશો, બીજું કોઈ નહિ.
ત્યારે તે બંને ભાઈઓએ જાણ્યું કે બસ, હવે દ્વારકામાં બધાનો નાશ આવી
ચુક્્યો. બંને ભાઈઓ ખેદખિન્ન થઈને દ્વારકા આવ્યા. અને હવે શું કરવું તેની ચિંતા
કરવા લાગ્યા. તે જ વખતે શંબુકુમાર વગેરે અનેક ચરમશરીરી રાજકુમારો તો નગર
બહાર નીકળીને ગીરીગૂફામાં જઈને રહ્યા. અને મિથ્યાદ્રષ્ટિ દ્વીપાયન ભયંકર ક્રોધરૂપ
અગ્નિવડે દ્વારકાપુરીને ભસ્મ કરવા લાગ્યો. દેવોએ રચેલી દ્વારકાનગરી એકાએક ભડભડ
સળગવા લાગી. હું નિર્દોષ છતાં મને આ લોકોએ માર્યો, માટે હવે હું તે પાપીઓ સહિત
આખી નગરીને જ ભસ્મ કરી નાંખું! –એમ આર્ત્તધ્યાનસહિત તેજોલેશ્યાથી તે નગરીને
બાળવા લાગ્યો. નગરીમાં ચારેકોર વિનાશનો ઉત્પાત મચી ગયો. ઘરેઘરે બધાને ભયનો
રોમાંચ થયો. આગલી રાતે નગરીના લોકોએ ભયંકર સ્વપ્નો દેખ્યા તે પાપી દ્વીપાયન,
મનુષ્યો અને તિર્યંચોથી ભરેલી તે