લઈને નગર બહાર ચાલ્યા. (અરે, ત્રણખંડના ઈશ્વર માતા–પિતાનેય ન બચાવી
શક્્યા.) બહાર આવીને જોયું. –તો શું દેખ્યું? સુવર્ણરત્નમયી દ્વારકાનગરી આખી
ભડભડ સળગી રહી છે– ઘરે ઘરે આગ લાગી છે, રાજમહેલો ભસ્મ થયા છે. ત્યારે બંને
ભાઈઓ એકબીજાના કંઠે વળગીને રોવા લાગ્યા... ને દક્ષિણદેશ તરફ જવા લાગ્યા.
(જુઓ, આ પુણ્યસંયોગની દશા!)
પુત્રો વગેરે જેઓ તદ્ભવમોક્ષગામી હતા, તેમજ સંયમ ધારવાનો જેમનો ભાવ હતો
તેમને તો દેવો નેમનાથ ભગવાનની નીકટ લઈ ગયા; અનેક યાદવો અને તેમની
રાણીઓ જેઓ ધર્મધ્યાનના ધારક હતા અને જેઓનું અંતઃકરણ સમ્યગ્દર્શનવડે શુદ્ધ હતું
તેઓએ પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરી લીધો, તેથી તેમને તો ઉપસર્ગ આર્ત્ત–
રૌદ્રધ્યાનનું કારણ ન થયો, ધર્મધ્યાનપૂર્વક દેહ છોડીને તેઓ સ્વર્ગમાં ગયા. દેવકૃત–
મનુષ્યકૃત–તિર્યંચકૃત કે કુદરતી ઉપજેલ–એ ચાર પ્રકારના ઉપસર્ગ છે, તે મિથ્યાદ્રષ્ટિ
જીવોને તો રૌદ્રધ્યાનનું કારણ થાય છે, પણ સમ્યગ્દ્રષ્ટિ જીવોને કદી કુભાવનું કારણ થતા
નથી. જેઓ સાચા જિનધર્મી છે તેઓ મરણ આવતાં પણ કાયર થતા નથી. ગમે ત્યારે
ગમે તે પ્રકારે મરણ આવે તોપણ તેમને ધર્મની દ્રઢતા જ રહે છે. અજ્ઞાનીને મરણ વખતે
કલેશ થાય છે તેથી કુમરણ કરીને તે કુગતિમાં જાય છે. અને જે જીવ સમ્યગ્દર્શનવડે શુદ્ધ
છે, જેનાં પરિણામ ઉજ્જવળ છે તે જીવ સમાધિપૂર્વક મરણ કરીને સ્વર્ગમાં જાય છે ને
પરંપરા મોક્ષને પામે છે. જે જિનધર્મી છે તેને એવી ભાવના રહે છે કે, આ સંસાર
અનિત્ય છે, તેમાં જે ઊપજે છે તે જરૂર મરે છે, – માટે અમને સમાધિમરણ હો; ઉપસર્ગ
આવી પડે તોપણ અમને કાયરતા ન થાઓ. –આમ સમ્યગ્દ્રષ્ટિને સદા સમાધિભાવના
રહે છે. ધન્ય છે તે જીવોને–કે અગ્નિની પ્રચંડ જ્વાળા વચ્ચે દેહ ભસ્મ થવા છતાં જેઓ
સમાધિને છોડતા નથી; કલેવરને તજે છે પણ સમતાને નથી તજતા. અહો, સત્પુરુષોનું
જીવન નિજ–પરના કલ્યાણ માટે જ છે; મરણ આવે તોપણ તેઓ કોઈ પ્રત્યે દ્વેષ
ચિંતવતા નથી, ક્ષમાભાવ સહિત દેહ છોડે છે, –એ સંતોની રીત છે.