Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ર૦ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પંચમકાળ પણ ધર્મકાળ છે
સમ્યગ્દર્શન માટે અત્યારે પણ સુકાળ છે
પ્રશ્ન:– આ પંચમકાળને નિયમસાર (ગા. ૧પ૪) માં દગ્ધ અકાળ કહ્યો
છે ને! તો આવા અકાળમાં ધર્મ કેમ થાય?
ઉત્તર:– ભાઈ, ધર્મને માટે કાંઈ આ અકાળ નથી, પંચમઆરાના છેડા
સુધી ધર્મ રહેવાનો છે એટલે ધર્મને માટે તો આ પંચમકાળ પણ સુકાળ છે.
પંચમકાળને અકાળ કહ્યો તે તો કેવળજ્ઞાન–અપેક્ષાએ તથા વિશેષ
ચારિત્રદશાની અપેક્ષાએ અકાળ કહ્યો છે; પણ સમ્યગ્દર્શનનો કાંઈ
પંચમકાળમાં અભાવ નથી કહ્યો, સમ્યગ્દર્શનનાદિ ધર્મ તો અત્યારે થઈ શકે છે.
ભાઈ, સમ્યગ્દર્શનને માટે તો અત્યારે સુકાળ છે, ઉત્તમ અવસર છે; માટે કાળનું
બહાનું કાઢીને સમ્યગ્દર્શનમાં પ્રમાદી થઈશ મા.
તું એટલે બધો શક્તિહીન નથી, તેમજ આ પંચમકાળ એટલો બધો
ખરાબ નથી, કે સમ્યગ્દર્શન પણ થઈ ન શકે! અનેક જીવો આ પંચમકાળમાં
સમ્યગ્દ્રષ્ટિ થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત ચારિત્રદશાના ધારક અનેક
મુનિભગવંતો પણ (કુંદકુંદસ્વામી, સમંતભદ્રસ્વામી વગેરે) આ પંચમકાળમાં
થયા છે. માટે હે ભવ્ય! શ્રી ગુરુનો ઉપદેશ પામીને સમ્યક્દર્શનધર્મ તો તું જરૂર
પ્રગટ કર. પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મનું પણ પાલન કરજે.
કદાચિત ચારિત્ર માટે વિશેષ શક્તિ ન હોય તોપણ, ચારિત્રની ભાવના
રાખીને સમ્યક્શ્રદ્ધા તો તું જરૂર કરજે. હીનશક્તિનું બહાનું કાઢીને
સમ્યગ્દર્શનમાં તું શિથિલ થઈશ મા; તેમજ ચારિત્રનું સ્વરૂપ વિપરીત
માનીશ મા.