Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૧ :
પંચમકાળ મોક્ષ માટે ભલે અકાળ હો– પણ કાંઈ સમ્યગ્દર્શનાદિ ધર્મને
માટે તે અકાળ નથી; પંચમકાળ પણ ધર્મકાળ છે. જે જીવ સમ્યકત્વાદિ ધર્મ કરે
તેને આ પંચમકાળમાં પણ થઈ શકે છે; એટલે સમ્યગ્દર્શન માટે અત્યારે પણ
સુકાળ છે. સાતમા ગુણસ્થાન સુધીની દશા હજી સાડા અઢારહજાર (૧૮,
પ૦૦) વર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. માટે આ કાળને યોગ્ય
સમ્યકત્વાદિ ધર્મ તું આત્માની નિજશક્તિથી જરૂર કરજે. એટલી શક્તિ તો
તારામાં છે. નિજશક્તિથી ધર્મ સાધતા તને એમ થશે કે અહો! સંતોના પ્રતાપે
મારે માટે તો આ ઉત્તમ કાળ છે.
ધર્મકાળ અહો વર્તે હજી પણ આ ભરતમાં,
આજ પણ ધર્મીજીવો છે પ્રભુ શ્રી વીરમાર્ગમાં.

જાંબુડી:
ગુજરાતમાં હિંમતનગરથી આઠ માઈલ દૂર આવેલ જાંબુડી
ગામમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર થઈને પ્રતિષ્ઠા, તથા
કળશધ્વજારોહણ નિમિત્તે એક ઉત્સવ ઉજવવાનું નક્કી થયું
છે. બાવીસ વર્ષે કલશ–ધ્વજારોહણ થતું હોવાથી ત્યાંના
મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ છે. આ પ્રસંગે કારતક સુદ
પાંચમથી તેરસ સુધી શિક્ષણવર્ગ પણ રાખવામાં આવ્યો છે.
કલશ–ધ્વજારોહણનું મૂરત કારતક સુદ તેરસનું છે. આ
પ્રસંગે ગુરુદેવને જાંબુડી પધારવાની વિનતિ કરવા માટે
જાંબુડી તેમજ ગુજરાતના પચાસભાઈ ઓ બાબુભાઈ સાથે
સોનગઢ આવ્યા હતા; ગુરુદેવે તેમની વિનતિ સ્વીકારી છે.
ને કારતક સુદ ચોથે સોનગઢથી પ્રસ્થાન કરી, અમદાવાદ–
હિંમતનગર થઈ, કારતક સુદ પાંચમે જાંબુડી પધારશે અને
કારતક સુદ તેરસ સુધી જાંબુડી રહેશે.