Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: રર : આત્મધર્મ : આસો ર૪૯૯ :
સમ્યગ્જ્ઞાનો મહિમા; અને તેની આરાધનાનો ઉપદેશ
મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યગ્જ્ઞાન છે; સમ્યગ્દર્શન સાથેનું
તે સમ્યગ્જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ
જેવો છે તેવો જાણે છે. સમ્યગ્દર્શન સાથેના તે સ્વસન્મુખી
જ્ઞાનમાં અંશે અતીન્દ્રિયપણું થયું છે, રાગથી ભિન્ન ચૈતન્યના
અતીન્દ્રિય આનંદનો સ્વાદ તેમાં આવ્યો છે. – આવું સમ્યગ્જ્ઞાન
તે વીતરાગ વિજ્ઞાન છે. આવા જૈનધર્મને પામીને આત્માના
સુખને માટે હે ભવ્ય જીવો! તમે સમ્યગ્જ્ઞાનને નિરંતર આરાધો–
એમ વીતરાગ. માર્ગી સંતોનો ઉપદેશ છે.

સમ્યગ્દર્શનની સાથે જ સમ્યગ્જ્ઞાનથી ઉત્પત્તિ થાય છે, એકસાથે જ બન્ને પ્રગટે
છે, તેમાં સમયભેદ નથી, તોપણ તે બન્નેની ભિન્ન–ભિન્ન આરાધના કહેવામાં આવી છે;
કેમકે લક્ષણભેદે બંનેમાં ભેદ છે, તેમાં કાંઈ બાધા નથી. સમ્યગ્દર્શનનું લક્ષણ તો
શુદ્ધાત્માની શ્રદ્ધા છે, અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ સ્વ–પરને પ્રકાશવારૂપ જ્ઞાન છે. તેમાં
સમ્યક્ શ્રદ્ધા તે કારણ છે અને સમ્યગ્જ્ઞાન તે કાર્ય છે; બન્ને સાથે હોવા છતાં દીપક અને
પ્રકાશની માફક તેમનામાં કારણ કાર્યપણું કહેવામાં આવે છે. સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન બંને
આરાધના એકસાથે જ શરૂ થાય છે પણ પૂર્ણતા એકસાથે થતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વ
થતાં શ્રદ્ધા–આરાધના તો પૂરી થઈ ગઈ, પણ જ્ઞાનની આરાધના તો કેવળજ્ઞાન થાય
ત્યારે પૂરી થાય છે; માટે જ્ઞાનની આરાધના જુદી બતાવી છે. સમ્યગ્દર્શનની જેમ
સમ્યગ્જ્ઞાનનો પણ ઘણો મહિમા છે.
જેમ સૂર્ય પોતાને તેમજ પરને પ્રકાશે છે, તેમ સમ્યગ્જ્ઞાનરૂપી ચૈતન્યસૂર્ય પોતાના
આત્મસ્વરૂપને તેમજ પરને પ્રકાશે એવો તેનો સ્વભાવ છે. રાગમાં કાંઈ સ્વને કે પરને
જાણવાની શક્તિ નથી. ‘હું રાગ છું’ એમ કાંઈ રાગને ખબર નથી પણ રાગથી જુદું
એવું જ્ઞાન જાણે છે કે ‘આ રાગ છે અને હું જ્ઞાન છું, આ રીતે રાગનો