Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
: ર૪ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
સાચું શ્રવણ–રુચિ–આદર ને અનુભવ કદી ન કર્યો; માટે હવે જાગીને તું આત્માની
ઓળખાણ કર એમ સંતોનો ઉપદેશ છે. પોતાનું પરમાત્મસ્વરૂપ અનંત શાંતરસથી
ભરેલું છે, તેમાં ગુણ–ગુણીભેદને પણ છોડીને અંતર્મુખ સમ્યગ્દર્શનનું આરાધન કરવું,
તેની વાત કરી. હવે તે સમ્યગ્દર્શન–પૂર્વક જ્ઞાનની આરાધનાની વાત ચાલે છે.
ગુણભેદનો વિકલ્પ સમ્યગ્દર્શનમાં કે સમ્યગ્જ્ઞાનમાં કામ કરતો નથી, સમ્યગ્દર્શનને જ્ઞાન
બંન્ને વિકલ્પોથી તો જુદા છે. અંતરમાં રાગથી જુદો પડીને ચૈતન્યસ્વભાવની
અનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. ધર્મની શરૂઆતમાં જ આવા
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન હોય છે, અને અનંતાનુબંધીના અભાવથી પ્રગટેલો
સમયક્ચારિત્રનો અંશ પણ હોય છે, તેને સ્વરૂપાચરણ કહેવાય છે. ચોથા ગુણસ્થાનથી
જીવને આવી ધર્મની શરૂઆત થઈ ગઈ અને તે મોક્ષના માર્ગમાં ચાલવા માંડ્યો.
પહેલાંં સમ્યગ્દર્શન ને પછી સમ્યગ્જ્ઞાન–એવો સમયભેદ નથી, બન્ને સાથે જ છે.
જ્યાં આત્માની સમ્યક્શ્રદ્ધારૂપ દીવો થયો ત્યાં તેની સાથે જ સમ્યગ્જ્ઞાન–પ્રકાશ પ્રગટે
છે. સમ્યગ્દર્શન હોય ત્યાં સાથે મુનિદશા હોય જ–એવો નિયમ નથી, મુનિદશા તો હોય કે
ન પણ હોય, પરંતુ સમ્યગ્જ્ઞાન તો સાથે હોય જ–એવો નિયમ છે. દર્શન સમ્યક્ થાય ને
જ્ઞાન મિથ્યા રહે એમ ન બને. જ્ઞાન ભલે ઓછું હોય પણ તે સમ્યક્ હોય છે. આમ
સમ્યગ્દર્શન ને જ્ઞાન બંને સાથે હોવા છતાં તે બંનેમાં લક્ષણભેદ વગેરેથી અંતર પણ છે,
એમ જાણીને જ્ઞાનનું પણ આરાધન કરો. સમ્યગ્જ્ઞાન છે તે સમ્યગ્દર્શનની સાથે જ શરૂ
થાય છે. પણ સમ્યગ્દર્શનની સાથે જ તે પૂરું થઈ જતું નથી માટે તેનું જુદું
આરાધન કરવું.
બંને સાથે હોવા છતાં તેમાં સમ્યગ્દર્શન કારણ છે, ને સમ્યગ્જ્ઞાન કાર્ય છે–એમ
તેમાં કારણ–કાર્યનો વ્યવહાર કરવામાં આવે છે. નિજાનંદસ્વરૂપનો અનુભવ ને પ્રતીત
થઈ ત્યાં જ્ઞાન પણ સમ્યક્ થયું. જુઓ, સમ્યગ્દર્શનનું કાર્ય સમ્યગ્જ્ઞાન કહ્યું; તેમાં
સમ્યગ્દર્શનની પ્રધાનતા બતાવવા તેને કારણ કહ્યું. આ કારણ–કાર્યમાં પહેલાંં કારણ ને
પછી કાર્ય–એમ નથી, બંને સાથે જ છે.
આત્મા પોતે શું ચીજ છે તેને તો જાણી નહિ, અને તેના વગર ભક્તિ–વ્રત–દાન–
પૂજા વગેરે કર્યાં, તેનાથી પુણ્ય બાંધીને સ્વર્ગમાં ગયો ને પાછો ચાર ગતિમાં રખડ્યો.
સમ્યગ્દર્શન વગર આત્માનો લાભ ન થયો ને ભવનો આરો ન આવ્યો. આ