Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : રપ :
તો જેનાથી ભવનો આરો આવે ને મોક્ષનું સુખ મળે એવા સમ્યગ્દર્શનને સમ્યગ્જ્ઞાનની
વાત છે. આત્મદર્શનને આત્મજ્ઞાન વગર ત્રણકાળ ત્રણલોકમાં ક્્યાંય સુખ મળે નહીં;
ભલે પુણ્ય કરીને સ્વર્ગે જાય તોપણ ત્યાંય લેશમાત્ર સુખ નથી. જીવે પુણ્ય–પાપ કર્યાં તે
તો અનાદિની ચાલે છે, તે કાંઈ નવું નથી. આત્માના જ્ઞાનવડે મિથ્યાત્વનો અભાવ થાય
તે અપૂર્વ મોક્ષમાર્ગની ચાલ છે. જુઓ, સમ્યગ્જ્ઞાનને સમ્યગ્દર્શનનું કાય કહ્યું પણ તેને
શુભરાગનું કાર્ય ન કહ્યું. રાગ કરતાં–કરતાં સમ્યગ્જ્ઞાન થઈ જશે–એમ નથી, કેમકે
સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન તે કાંઈ રાગનું કાર્ય નથી.
સમ્યગ્દર્શનનું લક્ષણ ‘શ્રદ્ધા;’ સમ્યગ્જ્ઞાનનું લક્ષણ જાણવું.
સમ્યગ્દર્શન તે કારણ; સમ્યગ્જ્ઞાન તે કાર્ય.
–એમ બે પ્રકારે લક્ષણથી જુદાપણું બતાવ્યું તેમાં કાંઈ બાધા નથી. જેમ દીવો
અને પ્રકાશ બંને એકસાથે થાય છે છતાં ત્યાં દીપકના કારણે અજવાળું થયું– એમ
કહેવાય છે, તેમ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન એકસાથે થતા હોવા છતાં તેમનામાં કારણ
કાર્યપણું કહી શકાય છે. જુઓ, બંને પર્યાયો એકસાથે હોવા છતાં તેમાં કારણ–કાર્યપણું
કહ્યું, શ્રદ્ધાને મુખ્ય બતાવવા તેને કારણ કહ્યું ને જ્ઞાનને કાર્ય કહ્યું. આ કારણ–કાર્ય બન્ને
શુદ્ધ છે. તેમાં વચ્ચે ક્્યાંય રાગ ન આવ્યો. રાગ કે દેહાદિની ક્રિયામાં તો સમ્યગ્જ્ઞાનના
કારણનો ઉપચાર પણ આવતો નથી.
પૂર્વપર્યાય કારણ ને ઉત્તરપર્યાય કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે મોક્ષમાર્ગ તે કારણ ને મોક્ષ તે કાર્ય.
અનેક વર્તમાનપર્યાયોમાં એક કારણને બીજું કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે સમ્યગ્જ્ઞાન તે કારણ ને સુખ કાર્ય.
દ્રવ્ય કારણ ને પર્યાય કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે સમ્યગ્દર્શનનું કારણ શુદ્ધભૂતાર્થ આત્મા.
–એમ અનેક પ્રકારે વિવક્ષાથી કારણ–કાર્યના ભેદ પડે છે તેને જેમ છે તેમ
જાણવા જોઈએ. કારણ–કાર્યને એકાંત અભેદ માનવા, કે એકાંત જુદા આગળ–પાછળ
માનવા–તે સાચું નથી. અજ્ઞાની સાચા કારણ–કાર્યને જાણતો નથી ને બીજા વિપરીત
કારણને માને છે, અથવા તો એકના કારણ–કાર્યને બીજામાં ભેળસેળ કરીને માને છે,
તેને જ્ઞાનમાં કારણ કાર્યનો વિપર્યાસ છે એટલે કે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનમાં ત્રણ
દોષ કહ્યા છે– કારણ