Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ર૬ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
વિપરીતતા, સ્વરૂપ–વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા.
આત્મા છે એમ માને પણ તેની પર્યાયનું કારણ પરદ્રવ્ય છે એમ માને, અથવા
આત્મા બીજાના કાર્યનું કારણ છે– એમ માને, અથવા આત્માની મોક્ષ દશાનું
કારણ રાગ છે એમ માને, તો તેને કારણવિપરીતતા છે, સાચું જ્ઞાન નથી.
આત્મા છે એમ તો કહે પણ ઈશ્વરે તેને બનાવ્યો છે એમ માને, અથવા પૃથ્વી
વગેરે પંચભૂતના સંયોગથી આત્મા બન્યો છે એમ માને, અથવા સર્વવ્યાપક
બ્રહ્મ માને, જુદું સ્વતંત્ર અસ્તિત્વ ન માને, તો તેને સ્વરૂપ–વિપરીતતા છે, એટલે
સાચું જ્ઞાન નથી.
ગુણ અને ગુણીનો સર્વથા ભેદ માને, કે સર્વથા અભેદ માને તો તેને ભેદાભેદ
વિપરીતતા છે. અથવા બીજા બ્રહ્મ સાથે આ આત્માને અભેદ માનવો, કે જ્ઞાનને
આત્માથી જુદું માનવું તે પણ વિપરીતતા છે, તેને વસ્તુનું સાચું જ્ઞાન નથી.
આ પ્રમાણે અજ્ઞાની જે કાંઈ જાણે છે તેમાં તેને કોઈને કોઈ પ્રકારે વિપરીતતા
હોવાથી તેનું બધુંય જાણપણું મિથ્યાજ્ઞાન જ છે, મોક્ષને સાધવા માટે તે કાર્યકારી
થતું નથી.
જ્ઞાનમાં મિથ્યાશ્રદ્ધાને કારણે જ મિથ્યાપણું છે કે જ્ઞાનમાં પોતામાં કાંઈ દોષ છે?
એવા પ્રશ્નના ઉત્તરમાં પં. ટોડરમલજી કહે છે કે, અજ્ઞાનીને જ્ઞાનમાં પણ ભૂલ છે; કેમકે
જ્ઞાનમાં જાણપણું હોવા છતાં તે જ્ઞાન પોતાના સ્વપ્રયોજનને સાધતું નથી, સ્વજ્ઞેયને
જાણવા તરફ વળતું નથી– એ તેનો દોષ છે. અજ્ઞાની અપ્રયોજનભૂત પદાર્થોને
જાણવામાં તો જ્ઞાનને પ્રવર્તાવે છે પણ જેનાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે એવા
આત્માનું જ્ઞાન તથા સ્વ–પરનું ભેદજ્ઞાન તો તે કરતો નથી, માટે તેને જ્ઞાનમાં પણ ભૂલ
છે. મોક્ષના હેતુભૂત સ્તત્ત્વને જાણવારૂપ પ્રયોજનને સાધતું ન હોવાથી તે જ્ઞાન મિથ્યા
છે. ભગવાનના માર્ગઅનુસાર જીવાદિતત્ત્વોનું સ્વરૂપ બરાબર ઓળખતાં અજ્ઞાન ટળે છે
ને સાચું જ્ઞાન થાય છે; સાચું જ્ઞાન તે પરમ અમૃત છે, અમૃત એવા મોક્ષસુખનું તે કારણ
છે. માટે હે ભવ્ય જીવો! તમે આવા સમ્યગ્જ્ઞાનનું સેવન કરો.
સમ્યગ્દર્શન સાથેનું જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ જેવો છે
તેવો સ્વસંવેદનપૂર્વક અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. સમ્યગ્દર્શન સાથેના સમ્યગ્જ્ઞાનમાં અંશે
અતીન્દ્રિયપણું થયું છે. આવું સમ્યગ્જ્ઞાન તે મોક્ષમાર્ગનું બીજું રત્ન છે. ઉપયોગ
શુદ્ધાત્મા–સન્મુખ વળતાં આ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન બંને રત્નો એકસાથે