ત્રિકાળી ગુણસ્વભાવ પોતામાં છે તેની સન્મુખ થતાં જ સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન
થયું, આનંદ પણ થયો, ને અનંતગુણની નિર્મળતાના વેદનસહિત મોક્ષમાર્ગ ખૂલી
તને તારું સ્વઘર બતાવે છે, ને અંતરમાં મોક્ષના દરવાજા ખુલી જાય છે. સમ્યગ્દર્શન તો
ધર્મનો મૂળ એકડો છે, તેને ભૂલીને જીવ જે કાંઈ કરે તેનાથી જન્મ–મરણના આરા નહિ
આવે. માટે, જે અનંતકાળમાં પૂર્વે નથી કરેલ અને જે પ્રગટ કરતાં જ જન્મ–મરણનો
અંત આવીને મોક્ષ તરફનું પરિણમન શરૂ થઈ જાય છે. –એવું સમ્યગ્દર્શન શીઘ્ર
આરાધવા યોગ્ય છે. તે સમ્યગ્દર્શન સહિત સમ્યગ્જ્ઞાનની વિશેષ આરાધનાનું વર્ણન
ચાલે છે.
ગણધરોએ તેમ જ કુંદકુંદાચાર્ય વગેરે વીતરાગી સંતોએ જે સમયસારાદિ પરમાગમો
રચ્યા, તેની જ પરંપરા જૈનમાર્ગમાં ચાલી રહી છે; તેને અનુસરીને જ પં. દૌલત
રામજીએ આ છઢાળાની રચના કરી છે. તેમાં કહે છે કે હે જીવ! તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–
આનંદ વગેરેની ખાણ જડમાં નથી, રાગમાં નથી, વિકલ્પમાં નથી, તારા આત્માનો
શ્રદ્ધાગુણ જ તારા સમ્યગ્દર્શનની ખાણ છે, તારો જ્ઞાનગુણ જ તારા જ્ઞાનની ખાણ છે,
તારો આનંદગુણ જ મહાઆનંદની ખાણ છે; અનંતગુણની ખાણ તારા આત્મામાં છે,