: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના મૂળ સુત્રોમાં ત્રણ ઠેકાણે ખાસ વજન છે–
(૧) ‘सत्यं ण याणए किचि’ એટલે કે શાસ્ત્ર વગેરે કાંઈ જાણતાં નથી.
–એટલે તેનામાં પૂરેપૂરું અચેતનપણું બતાવ્યું.
(૨) ‘अण्णं णाणं’ એટલે કે તે શાસ્ત્ર વગેરે અચેતનથી જ્ઞાન જુદું છે. શાસ્ત્રો
વગેરે કાંઈ જાણતાં નથી, તેની સામે ‘આત્મામાં જ્ઞાનપૂરેપૂરું છે.’ એમ આવ્યું. આત્મામાં
જ્ઞાન પૂરેપૂરું છે અને શ્રુત વગેરેમાં જ્ઞાન જરા પણ નથી–આમ અસ્તિ–નાસ્તિથી પૂરો
જ્ઞાનસ્વભાવ બતાવ્યો છે.
(૩) ‘जिणा विंति’ એટલે કે જિનદેવો એમ જાણે છે અથવા જિનદેવો એમ કહે
છે. ગાથાએ–ગાથાએ ‘जिणा विंति’ એમ કહીને સર્વજ્ઞ ભગવાનની સાક્ષી આપી છે.
અહો, કોઈ અપૂર્વ યોગે આ સમયસાર શાસ્ત્ર રચાયું છે. ગાથાએ–ગાથાએ
અચિંત્ય ભાવો ભર્યા છે; એકેક ગાથાએ પરિપૂર્ણ આત્મસ્વભાવ બતાવી દે છે.
આત્મા પોતે જ્ઞાન છે ને શ્રુતના શબ્દો વગેરે અચેતન છે; આત્મામાં જ્ઞાન
પરિપૂર્ણ છે ને શ્રુત વગેરેમાં કિંચિત્ જ્ઞાન નથી. શ્રુતમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં શ્રુત
નથી; તો હે ભાઈ, તારા જ્ઞાનમાં શ્રુત તને શું મદદ કરશે? અને તારો આત્મા જ્ઞાનથી
પૂરો છે તો તારું જ્ઞાન પરની શું આશા રાખશે? માટે જ્ઞાનને પરનું જરાય અવલંબન
નથી. પોતાના આત્મસ્વભાવનું જ અવલંબન છે.
આ રીતે આત્માનો પરિપૂર્ણ સ્વાશ્રિત જ્ઞાનસ્વભાવ આચાર્યભગવાને આ પંદર
ગાથાઓમાં બતાવ્યો છે.
જેને પોતાના આત્માનું હિત કરવું છે–કલ્યાણ કરવું છે તેણે શું કરવું જોઈએ?
તેનો આ અધિકાર ચાલે છે. પ્રથમ તો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અને આનંદ જ
તેનો સ્વભાવ છે અને પરથી તેમ જ વિકારથી તે જુદો છે,–એવા આત્માની જ્યાં સુધી
શ્રદ્ધા ન થાય ત્યાં સુધી શરીર–પૈસા–સ્ત્રી–પુત્ર વગેરેમાંથી હિતબુદ્ધિ ટળે નહિ; અને જ્યાં
સુધી પરમાં હિતબુદ્ધિ કે લાભ–અલાભની બુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સ્વભાવને
ઓખળવાનો અને રાગ–દ્વેષ ટાળીને તેમાં ઠરવાનો સત્ય પુરુષાર્થ કરે નહિ. માટે પોતાનું
હિત કરવાના ઈચ્છક જીવોએ, આત્માનું સ્વરૂપ શું છે? તેને કોની સાથે એકતા છે ને
કોનાથી જુદાઈ છે? તે જાણવું જોઈએ.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાન–સુખ વગેરે સાથે એકમેક છે, અને શરીર–પૈસા