Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
આત્માથી જુદા છે, તેમના લક્ષે જે મંદકષાય અને ઈન્દ્રિયજ્ઞાન થાય, તે મંદકષાયના કે
ઈન્દ્રિયજ્ઞાનના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી ને આત્મા સમજાતો નથી. આટલું સમજે
ત્યારે દ્રવ્યશ્રુતથી આત્માને જુદો માન્યો કહેવાય, અને ત્યારે જીવને ધર્મ થાય.
‘દ્રવ્યશ્રુતથી આત્મા જુદો છે’ એમ કહેતાં તેમાં સાચા દ્રવ્યશ્રુતનો સ્વીકાર આવી
જાય છે; કેમકે દ્રવ્યશ્રુત પોતે જ એમ કહે છે કે તું તારા જ્ઞાનસ્વભાવની સન્મુખ થતું
પોતે જ જ્ઞાન છો. તારું જ્ઞાન કાંઈ શાસ્ત્રના શબ્દોમાં નથી. પરના આશ્રયે જ્ઞાન થવાનું
જે કહે તે તો દ્રવ્યશ્રુત પણ નથી, તે તો કુશ્રુત છે. અહીં તો ભગવાને કહેલા દ્રવ્યશ્રુતની
વાત છે. જે જીવને, આત્મા સમજવાની જિજ્ઞાસા છે તેને પ્રથમ દ્રવ્યશ્રુત તરફ લક્ષ હોય
છે, દ્રવ્યશ્રુતના લક્ષે શુભ રાગ થાય છે ખરો, સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની ઓળખાણ,
સત્સમાગમ, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે નિમિત્તો હોય ખરા અને જિજ્ઞાસુને તેના લક્ષે
શુભરાગ થાય, પરંતુ તે કોઈ નિમિત્તોના લક્ષે આત્મસ્વભાવ સમજાતો નથી. દ્રવ્યશ્રુત
વગેરે નિમિત્તો અને તે તરફના લક્ષે થતા રાગનો આશ્રય છોડીને, તેનાથી રહિત
ત્રિકાળી ચૈતન્યસ્વભાવની રુચિ કરીને જ્ઞાનને સ્વ તરફ વાળે તો જ સમ્યગ્જ્ઞાન થાય.
જિજ્ઞાસુ જીવને શ્રવણ તરફનો શુભભાવ હોય, પણ જો તે શ્રવણથી જ જ્ઞાન થશે એમ
માની લે તો તે કદી રાગથી જુદો પડીને પોતાના તરફ વળે નહિ ને તેનું અજ્ઞાન ટળે
નહિ. અચેતન શબ્દોથી કે રાગથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો પોતાના જ્ઞાનસ્વભાવથી
થાય છે,–એમ સમજતાં અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટે છે.
તીર્થંકર થનાર જીવ આત્મસ્વભાવનું યથાર્થ જ્ઞાન અને અવધિજ્ઞાન સહિત જન્મે
છે, અને પછી મુનિદશા પ્રગટ કરી, ઊગ્ર પુરુષાર્થ પૂર્વક આત્મસ્વભાવમાં સ્થિરતા કરીને
વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવું પરિપૂર્ણ કેવળજ્ઞાન દરેક જીવનો સ્વભાવ
છે. સર્વજ્ઞદેવને એવું કેવળજ્ઞાન પ્રગટ થતાં પોતાનો પરિપૂર્ણ આત્મસ્વભાવ અને
જગતના સર્વે દ્રવ્ય–ગુણ–પર્યાયો એક સાથે પ્રત્યક્ષ જણાય છે. કેવળજ્ઞાન થયા પછી પણ
તેરમા ગુણસ્થાને યોગનું કંપન હોય છે. તીર્થંકર ભગવાનને તેરમા ગુણસ્થાને
તીર્થંકરનામકર્મનો ઉદય હોય છે. અને તેના નિમિત્તે ‘“’ એવો દિવ્યધ્વનિ છૂટે છે.
આત્મસ્વભાવ સમજવામાં નિમિત્તરૂપ દ્રવ્યશ્રુત છે, તે દ્રવ્યશ્રુતમાં સૌથી ઉત્કૃષ્ટ
દિવ્યધ્વનિ છે. પરંતુ તેના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી–એમ અહીં બતાવવું છે.
જ્ઞાનપર્યાય દિવ્યધ્વનિથી જુદી છે ને આત્માથી અભિન્ન છે. દિવ્યધ્વનિ પુદ્ગલની રચના
છે, તે