Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 53

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
શાસ્ત્ર આવ્યું નથી. જ્ઞાનનું કારણ તો પોતાનો જ્ઞાનસ્વભાવ હોય, કે અચેતન વસ્તુ
હોય? જેને પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા નથી અને અચેતન–શ્રુતના કારણે પોતાનું
જ્ઞાન માને છે, તેને સમ્યગ્જ્ઞાન થતું નથી. આ ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે.
સર્વજ્ઞ વીતરાગદેવની સાક્ષાત્ વાણી તે જ્ઞાનનું અસાધારણ–સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે પણ તે
અચેતન છે, તેના આશ્રયે–તેના કારણે પણ આત્માને કિંચિત્ જ્ઞાન થતું નથી, તો અન્ય
નિમિત્તોની તો શું વાત!
કોઈ એમ કહે કે–પહેલાંં તો વાણી વગેરે નિમિત્તના લક્ષે આત્મા આગળ વધે
ને? તો તેને કહે છે કે ભાઈ, વાણીના લક્ષે બહુ તો પાપભાવ ટાળીને પુણ્યભાવ થાય,
પણ તે કાંઈ આગળ વધ્યો કહેવાય નહિ. કેમકે શુભભાવ સુધી તો જીવ અનંતવાર
આવી ચૂક્યો છે. શુભ–અશુભથી પાર આત્માનું ભેદજ્ઞાન કરીને જ્ઞાનસ્વભાવમાં આવે
તો જ આગળ વધ્યો કહેવાય. નિમિત્તના લક્ષે કદી પણ ભેદજ્ઞાન થાય નહિ. પોતાના
જ્ઞાનસ્વભાવના લક્ષે શરૂઆત કરે તો જ આગળ વધે ને ભેદજ્ઞાનના બળે પૂર્ણતા થાય.
આચાર્યદેવના કથનમાં ગર્ભિતપણે આવી જતા નવ તત્ત્વો
શ્રી આચાર્યદેવની ઘણી ગંભીર શૈલિ છે; એકેક સૂત્રનો જેટલો વિસ્તાર કરવો
હોય તેટલો થઈ શકે છે. ‘શ્રુત તે જ્ઞાન નથી’ એમ કહેતાં તેમાં નવે તત્ત્વો ગર્ભિતપણે
આવી જાય છે.
(૧) પોતે જ્ઞાનમય જીવતત્ત્વ ચેતન છે.
(૨) પોતાથી ભિન્ન એવાં દ્રવ્યશ્રુત તે અચેતન છે–અજીવતત્ત્વ છે.
(૩) પોતાનું લક્ષ ચૂકીને તે અજીવ તરફ (–વાણી તરફ) લક્ષ કરતાં શુભરાગ થાય
છે તે પુણ્યતત્ત્વ છે.
(૪) વિષય–કષાય તરફનો અશુભભાવ તે પાપતત્ત્વ છે.
(૫) પરના લક્ષે થતો શુભ–અશુભ વિકાર તે આસ્રવતત્ત્વ છે.
(૬) તે વિકાર ભાવવડે કર્મનું બંધન થાય છે, તે બંધતત્ત્વ છે.
(૭–૮) વાણી અને આત્માને ભિન્ન જાણીને પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ
કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે તે સંવર–નિર્જરાતત્ત્વ છે. અને
(૯) આત્મસ્વભાવમાં લીન થતાં રાગાદિ ટળીને જ્ઞાનની પૂર્ણતા થાય છે તે મોક્ષતત્ત્વ છે.