: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
વાણી અચેતન છે, તેમાં જ્ઞાન નથી, એ વ્યતિરેકપણું કહ્યું, અને જ્ઞાન તે આત્મા
છે–તે અન્વયપણું છે. એટલે કે આત્મા પોતાના અનંત ગુણસ્વભાવોથી પરિપૂર્ણ છે અને
વાણી વગેરેથી તદ્ન જુદો છે,–એમ અસ્તિ–નાસ્તિ દ્વારા આચાર્યદેવે આત્મસ્વભાવ
બતાવ્યો છે.
જ્ઞાન અને વાણી જુદા છે. જ્ઞાનમાંથી વાણી નીકળતી નથી, અને વાણીમાંથી
જ્ઞાન પ્રગટતું નથી. જ્ઞાનમાં જેવી લાયકાત હોય તેવી વાણી નિમિત્તરૂપે હોય–એવો
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; ત્યાં અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે વાણીને કારણે
જ્ઞાન થાય છે. તેથી તે વાણીનો આશ્રય છોડતો નથી ને સ્વભાવનો આશ્રય કરતો નથી,
એટલે તેને સમ્યગ્જ્ઞાન થતું નથી.–એવા જીવને વાણી અને જ્ઞાનની અત્યંત ભિન્નતા
બતાવે છે. જ્ઞાન ચેતન છે અને વાણી જડનું પરિણમન છે. જ્ઞાન અને વાણી બંને
પોતપોતાની વસ્તુમાં તન્મય થઈને સ્વતંત્રપણે પરિણમે છે. આવું અપૂર્વ ભેદવિજ્ઞાન
કરનાર જીવ સ્વસમયમાં સ્થિર થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને મોક્ષ પામે છે.
–તે વીરનો માર્ગ છે. – जय महावीर
મસ્તાનાકા મારગ મુક્તિ....
શું જાણે તે દીવાના?
મેરા મારગ ન્યારા સબસે
(પણ) શિવમારગસે નહીં ન્યારા;
વીતરાગકા વચન પ્રમાણે
સમજે તો જગકું પ્યારા....
સચ્ચા કહે જિનવાણી ખુલ્લા,
સમજે જ્ઞાની મસ્તાના;
મસ્તાનાકા મારગ મુક્તિ
શું જાણે તે દીવાના?
ધન્ય ધન્ય જગમાં એવા સંતો,
સંગત જેની બહુ સારી;
સંતજનો સહુ ચઢતે ભાવે
હું જાઉં તસ બલિહારી...