Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 53

background image
: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
ભગવાન! તારો મુક્તિમાર્ગ અમે જાણ્યો છે.
અમે પણ તે માર્ગે ચાલ્યા આવીએ છીએ


આચાર્યદેવ કહે છે કે દેહના આશ્રયે મોક્ષમાર્ગ નથી, આત્માના આશ્રયે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારત્રિ તે જ મોક્ષમાર્ગ છે; ભગવંતોએ આવો મોક્ષમાર્ગ સેવ્યો હતો
એમ અમે જાણીએ છીએ, ને અમે પણ આવો જ મોક્ષમાર્ગ સેવીએ છીએ.
અનંતા તીર્થંકરો પૂર્વે થયા. અત્યારે વિદેહમાં તીર્થંકરો બિરાજે છે ને અનંતા
તીર્થંકરો ભવિષ્યમાં થશે; તે બધાય અરિહંતો કેવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સેવીને
મોક્ષ પામ્યા? તે અમે અમારા સ્વસંવેદનજ્ઞાનથી જોઈએ છીએ. સ્વદ્રવ્યાશ્રિત જે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે જ મોક્ષમાર્ગપણે જોવામાં આવે છે. અમે તે માર્ગ જોયો
છે અને તે માર્ગની સેવના અમે કરીએ છીએ.
અહીં ક્ષેત્રઅપેક્ષાએ તીર્થંકરનો વિરહ છે. પણ ભાવમાં વિરહ નથી, તીર્થંકરોએ
જે ભાવ સેવ્યો (જે રત્નત્રય સેવ્યા) તેનો અમને વિરહ નથી. તીર્થંકરોએ કેવા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સેવ્યા તે અમે અમારા સ્વસંવેદનભાવથી બરાબર જાણીએ
છીએ. પૂર્વે કુંદકુંદાચાર્યદેવ વગેરે મહાન સંતો થયા તેઓ વીતરાગ મોક્ષમાર્ગને સેવનારા
હતા–એમ તેમનો નિર્ણય અત્યારે પણ તેમની વાણી ઉપરથી ધર્માત્મા કરી લ્યે છે.
અહા, જુઓ તો ખરા, ધર્માત્માની તાકાત! પોતાના સ્વસંવેદનના ગજથી
અનંતા તીર્થંકરોનું માપ, તેમજ હજારો વર્ષ પહેલાંં થયેલા વીતરાગી સંતોનું માપ કરી
લીધું છે. કોઈ પણ ભગવંતો શરીરની કે રાગની સેવના કરીને મોક્ષ નથી પામ્યા પણ
અંદરમાં જ્ઞાનનું સેવન કરીને સર્વે ભગવંતો મોક્ષ પામ્યા છે. ધર્મી પ્રમોદથી કહે છે કે
અહો! પ્રભો! આપનો મુક્તિમાર્ગ અમે જાણ્યો છે, ને અમે પણ એવા જ મોક્ષમાર્ગને
સેવીએ છીએ....આપના પગલે–પગલે મોક્ષમાં આવી રહ્યા છીએ.–આમ ધર્મી જીવ
નિઃશંક મોક્ષમાર્ગને જાણે છે.
ધર્મી પોતે તીર્થંકરોના માર્ગને સેવીને તેનો નિર્ણય કરે છે. સમ્યગ્દર્શન–