: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
થયો છે, તો પછી હવે બીજા ભાવોથી (બંધ–મોક્ષના વિકલ્પોથી) મારે શું કામ છે?
આનંદમય આ ચૈતન્યપ્રકાશ મને સદાય સ્ફુરાયમાન રહો.
આગમ એટલે અક્ષરજ્ઞાન, તે આત્માના અક્ષર–અક્ષય આનંદસ્વરૂપને દેખાડે છે.
એવા અક્ષય આત્માનું જ્ઞાન તે ભાવઆગમ છે. ભાવઆગમ એટલે અતીન્દ્રિય આત્માનું
જ્ઞાન; તેમાં આનંદ ઝરે છે. આનંદ વગરનું જ્ઞાન કદી હોય નહિ. આત્માનું જે જ્ઞાન થયું
તે જ્ઞાનપ્રભાત આનંદથી ભરેલું છે. આવું આનંદમય સુપ્રભાત જગતમાં મંગળરૂપ છે.
સ્વભાવ–પ્રભાનો પુંજ આત્મા ચૈતન્યકિરણોથી શોભે છે. મતિ–શ્રુતજ્ઞાનાદિ
અનેક નિર્મળપર્યાયો આત્માની એકતાને ખંડિત કરતી નથી પણ તે તો આત્માના
એકત્વસ્વભાવને અભિનંદે છે. અનિત્યપર્યાયો નિત્યસ્વભાવને અભિનંદે છે,–તેની
સન્મુખ થઈને તેમાં તન્મય થાય છે. ત્યાં ચૈતન્યસૂર્ય આત્મા સદાય ઉદયમાન છે. અનંત
જ્ઞાનાદિ ચતુષ્ટયથી ભરેલા સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સમ્યક્ત્વ–સુપ્રભાત ઊગ્યું તે મંગળ
છે, અને કેવળજ્ઞાન તે સર્વોત્કૃષ્ટ મંગલ સુપ્રભાત છે.
બેસતા વર્ષની મંગલ
બોણીરૂપે ગુરુદેવે સુહસ્તે મુમુક્ષુઓને
‘સમાધિતંત્ર’ આપ્યું...અહો! જાણે
પરમ વાત્સલ્યથી ગુરુદેવે સમ્યક્
બોધિસહિત સમાધિના જ આશીર્વાદ
આપ્યા.
કેવળજ્ઞાન–સુપ્રભાત જગતમાં સત્પુરુષોને વંદ્ય છે અને જગતને મંગળરૂપ છે.
અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્યતત્ત્વની ભાવનાથી મોહને નિર્મૂળ કરીને સમસ્ત રાગ–દ્વેષનો
ક્ષય કરતાં સર્વોત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે, તેનો અત્યંત મહિમા કરતાં શ્રી
પદ્મપ્રભસ્વામી નિયમસારમાં (કળશ ૨૦માં) કહે છે કે અહો, ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ
સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે.
–આવું સુપ્રભાત કેમ પ્રગટે?–કે જ્ઞાન જ ઉપાય છે ને જ્ઞાન જ ઉપેય છે,
–મોક્ષમાર્ગ અને મોક્ષ બંને જ્ઞાનમય જ છે, તેમાં બીજો કોઈ રાગ–વિકલ્પ નથી. આવા
જ્ઞાનમાત્ર ભાવને ઓળખીને તેનો જે આશ્રય કરે છે તેને, અનાદિસંસારથી અલબ્ધ
એવી ચૈતન્યની સાધકભૂમિકા પ્રાપ્ત થાય છે, એટલે કે અનાદિથી કદી નહિ