Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૩૯ :
બંધુઓ, આ દશમાં જે એકી નંબરનાં વાક્્યો છે તે આ અંકમાં એકી નંબરના
પાનામાં છે, અને જે બેકી નંબરનાં વાક્્યો છે તે બેકી નંબરના પાનામાં છે. જવાબ
મોકલવાનું સરનામું– સંપાદક–આત્મધર્મ, સોનગઢ (૩૬૪રપ૦)
મહાવીર ભગવાનના મોક્ષગમનના રપ૦૦મા વર્ષ નિમિત્તે
યોજાયેલ નિબંધયોજનામાં ભાગ લ્યો
(૧) મહાવીર ભગવાનની ઓળખાણથી આપણને થતો મહાન લાભ.
(ર) મહાવીર પ્રભુના નિર્વાણગમનના અઢી હજારમા વર્ષમાં આત્મહિત માટે આપણું
કર્તવ્ય.
ઉપરોક્ત બેમાંથી કોઈપણ વિષય ઉપર ચાર–પાંચ પાનામાં એક નિબંધ લખીને
તા. ૧પ જાન્યુઆરી સુધીમાં મોકલી આપો. નિબંધમાં સૌ કોઈ ભાગ લઈ શકે છે.
સંપાદકના નિર્ણયઅનુસાર શ્રેષ્ઠ નિબંધો માટે યોગ્ય ઈનામો આપવામાં આવશે. વિશેષ
માહિતી આત્મધર્મના ગતાંકમાં આપેલ છે. નિબંધ મોકલવાનું સરનામું–
બ્ર. હરિલાલ જૈન, સંપાદક આત્મધર્મ સોનગઢ (સૌરાષ્ટ્ર) ૩૬૪રપ૦
આત્મધર્મ ઉત્સાહથી વાંચનારાઓને ધન્યવાદ
ગતાંકમાં દશ વાક્્યો આત્મધર્મમાંથી શોધવાનું પૂછેલ, તેમાં ૩૦૦ જેટલા
સભ્યોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. પૂછેલા દશ વાક્્યો અનુક્રમે પાનું–૪, ર૪, ૪,
ર, પ, ૮, ૧૧, ૧, ર અને ર–એ પાનામાં છે. ભાગ લેનાર સૌને ધન્યવાદ સાથે
ઈનામરૂપે “શૂરવીરસાધક” નામનું પુસ્તક મોકલી દેવામાં આવ્યું છે. એવી જ રીતે
ઉત્સાહથી આત્મધર્મ દ્વારા રજુ થતી બધી યોજનાઓમાં સૌ ભાગ લેશો.
ચાલો વિચારીએ–
નીચેના પ્રશ્નોના જવાબ વિચારી રાખશો, અને આવતા અંકમાં વાંચશો–
(૧) આપણા સૌરાષ્ટ્ર–ગુજરાત રાજ્યમાં ચાર સિદ્ધક્ષેત્ર–તીર્થધામ આવેલા છે–તે
ક્યા–ક્યા?
(ર) આપણે એક જીવ એવા શોધી કાઢવા છે કે જેઓ જરાય દુઃખી ન હોય;–જે
મનુષ્યગતિમાં ન હોય, દેવગતિમાં પણ ન હોય;– તો તે ક્્યાં હશે?
(૩) આપણે નમસ્કાર મંત્ર બોલીને રોજ જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ,
તેમાંથી પૂરા જ્ઞાની કેટલા? ને અધૂરા જ્ઞાની કેટલા?
(૪) તે પાંચ પરમેષ્ઠીઓ કઈ કઈ ગતિમાં હોય?