: ૪૦ : આત્મધર્મ : માગશર : રપ૦૦
* અમદાવાદ મુમુક્ષુમંડળના માજી પ્રમુખ ભાઈ શ્રી કલ્યાણભાઈના ધર્મપત્ની,
કારતક સુદ ૧૩ની રાત્રે એકાએક હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામી ગયા.
બીજે દિવસે તો ગુરુદેવ અમદાવાદ પધારવાના હોવાથી સ્વાગતનો અને
પ્રવચનનો લાભ લેવા તેઓને ઘણી હોંશ હતી, પરંતુ તેમની તે ભાવના પૂરી
થતાં પહેલાંં તો તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
* અમદાવાદના સ્વર્ગસ્થ ભાઈશ્રી ચંપકલાલ સુંદરજીના ધર્મપત્ની શાંતાબેન
ચંપકલાલ (ઉ. વ. ૪૪) કારતક સુદ ૪ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* સોનગઢ મુકામે શ્રી દુધીબેન (તેઓ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને સેક્રેટરી શ્રી
હરગોવિંદદાસ દેવચંદ મોદીના બહેન, ઉ. વ. ૮૭ લગભગ) તા. ર૧–૧૧–૭૩ ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમની અંતિમ સ્થિતિ ખૂબ વૈરાગ્યપ્રેરક હતી.
લગભગ ૬૦ વર્ષથી તેઓ ગુરુદેવના પરિચયમાં હતા; ને ગુરુદેવ સોનગઢ રહ્યા
ત્યારથી વિશેષ ભક્તિપૂર્વક તેઓ લાભ લેતા, કેમકે તે વખતે સોનગઢમાં એક
હીરાભાઈ ભગત અને બીજા હરગોવિંદભાઈ–એ સિવાય બીજા કોઈ મુમુક્ષુના
ઘર ન હતા. ગુરુદેવ સોનગઢમાં રહ્યા અને પોતાને ગુરુસેવાનો લાભ મળ્યો તેને
તેઓ પોતાનું મહાભાગ્ય સમજતા હતા.
* દામનગરના ભાઈશ્રી ત્રિકમલાલ કાળીદાસના ધર્મપત્ની જીવકોરબેન કારતક
વદ દશમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* સુરેન્દ્રનગર મુકામે સમરતબેન (તેઓ જીવણલાલ મૂળજીભાઈના ધર્મપત્ની)
ગત માસમાં સ્વર્ગવાસ પામ્યા છે.
* અમદાવાદ મુકામે ભાઈશ્રી મનસુખલાલ નથુભાઈ મહેતા આસો વદ અમાસના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* શ્રી કાન્તિલાલ કેશવલાલ શાહ ટુવાવાળા (હાલ મુંબઈ) માગશર સુદ ૪
ગુરુવાર તા. ર૯–૧૧–૭૩ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.